Vaibhav Suryavanshi Ipl Earnings : વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં કરી કરોડોની કમાણી, જાણો કેટલા મળ્યા રૂપિયા?
Vaibhav Suryavanshi Ipl Earnings : IPL 2026 ની સીઝનમાં જો કોઈ એક નામ સૌથી વધુ ગુંજતું રહ્યું હોય, તો તે છે ૧૫ વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi). બિહારના સમસ્તીપુરના આ 'વન્ડર કિડ' એ પોતાની વિસ્ફોટક બેટિંગથી માત્ર ભારતીય જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. ભલે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ ફાઇનલમાં ન પહોંચી શકી હોય, પણ વૈભવે સમગ્ર ટૂર્નામેન્ટમાં એવી તો તબાહી મચાવી કે તે ફાઇનલ રમ્યા વિના પણ અનેક મોટા એવોર્ડ્સનો હકદાર બની ગયો.
Vaibhav Suryavanshi Ipl Earnings : રેકોર્ડબ્રેક પ્રદર્શન અને એવોર્ડ્સની હારમાળા
વૈભવે 16 મેચમાં 48.50 ની સરેરાશ અને 237.23 ના તોતિંગ સ્ટ્રાઇક રેટથી કુલ 776 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે આ સીઝનમાં 63 ચોગ્ગા અને 72 આકર્ષક છગ્ગા ફટકારી રેકોર્ડ્સની ઝડી લગાવી દીધી હતી. તેના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને ૫ મોટા વ્યક્તિગત પુરસ્કારો મળ્યા છે.
આ પ્રમાણે મળ્યા રૂપિયા
ઓરેન્જ કેપ (Orange Cap): સીઝનમાં સૌથી વધુ રન માટે (10 લાખ રૂપિયાની પ્રાઇઝ મની)
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (Player of the Tournament): (15 લાખ રૂપિયાની પ્રાઇઝ મની)
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન (Emerging Player): 10 લાખ રૂપિયાની પ્રાઇઝ મની
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન (Super Striker): 10 લાખ રૂપિયા અને એક આકર્ષક ટાટા સીએરા કાર (અંદાજિત 20 લાખની કિંમત).
સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી: 10 લાખ રૂપિયાની પ્રાઇઝ મની.
વૈભવની આલીશાન કમાણી
વૈભવ સૂર્યવંશીની આ સીઝનની કમાણી આશ્ચર્યજનક છે. રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડ રૂપિયામાં રીટેન (Retain) કર્યો હતો. 14 લીગ મેચ અને ૨ પ્લેઓફ મેચની ફી મળીને તેની મેચ ફી 1.20 કરોડ રૂપિયા થઈ. આ ઉપરાંત વિવિધ મેચોમાં મળેલા 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'સુપર સ્ટ્રાઇકર' જેવા પુરસ્કારોમાંથી તેને અંદાજે 5 લાખ રૂપિયાની વધારાની કમાણી થઈ છે. આમ, તેની કુલ અંદાજિત કમાણી 3.10 કરોડ રૂપિયાથી પણ વધી ગઈ છે.
15 વર્ષની ઉંમરે જોરદાર પર્ફોમન્સ
આ સિદ્ધિ બાદ વૈભવ ભારતીય ક્રિકેટના આગામી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. 15 વર્ષની ઉંમરે આ પ્રકારનું પ્રદર્શન કરી તેણે સાબિત કરી દીધું છે કે ટેલેન્ટ અને દ્રઢ નિશ્ચય માટે ઉંમર માત્ર એક આંકડો છે. બિહારના આ નાના ગામના ખેલાડીએ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મંચ પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે કોતરાવી દીધું છે.
આ પણ વાંચો : Virat Kohli POTM record : વિરાટ કોહલીનો કમાલ, સૌથી વધુ Player of the Match જીતનાર ભારતીય ખેલાડી બન્યો


