Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vaibhav Suryavanshi ની સાદગી; તોફાની સદી ફટકાર્યા બાદ હોટલમાં જે કર્યું તે જોઈ ફેન્સ થયા આફરીન, જૂઓ વીડિયો

Vaibhav Suryavanshi IPL: રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ સામે ૩૫ બોલમાં સદી ફટકાર્યા બાદ હવે પોતાની સાદગીથી લોકોના દિલ જીત્યા છે. પંજાબ કિંગ્સ સામેની મેચ માટે હોટલ પહોંચતા જ તેણે પોતાનું સ્વાગત હાર એક નાના ફેનને પહેરાવી દીધો હતો. વૈભવ અત્યારે 357 રન સાથે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-3 ખેલાડીઓમાં સામેલ છે.
vaibhav suryavanshi ની સાદગી  તોફાની સદી ફટકાર્યા બાદ હોટલમાં જે કર્યું તે જોઈ ફેન્સ થયા આફરીન  જૂઓ વીડિયો
Advertisement
  • હોટલમાં સ્વાગત સમયે યુવા બેટરે રજૂ કરી સાદગી
  • પોતાને પહેરાવેલો હાર નાના બાળકને પહેરાવ્યો
  • રાજસ્થાન રોયલ્સે વીડિયો શેર કરતા થયો વાયરલ
  • સનરાઇઝર્સ સામે 35 બોલમાં ફટકારી હતી સદી
  • મેદાન પર વિસ્ફોટક અને મેદાનની બહાર નમ્ર

Vaibhav Suryavanshi IPL : વૈભવ સૂર્યવંશી [Vaibhav Suryavanshi] અત્યારે આત્મવિશ્વાસથી છલોછલ છે. તાજેતરમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં તેણે માત્ર 35 બોલમાં વિસ્ફોટક સદી ફટકારીને આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. આ ઈનિંગે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો છે. જોકે, આટલી મોટી સફળતા અને પ્રસિદ્ધિ મળ્યા બાદ પણ વૈભવના પગ જમીન પર છે, જેની સાબિતી મુલ્લાંપુર ખાતે જોવા મળી હતી.

નાના ચાહક માટે ઉમદા ઉદાહરણ

મંગળવારે રાજસ્થાન રોયલ્સની ટીમ પંજાબ કિંગ્સ [Punjab Kings] સામેના મુકાબલા માટે મુલ્લાંપુરની ટીમ હોટલ પહોંચી હતી. જ્યારે ખેલાડીઓ હોટલના લોબીમાં પ્રવેશ્યા ત્યારે પરંપરાગત રીતે ફૂલોની માળા પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈભવ સૂર્યવંશી [Vaibhav Suryavanshi] ને પણ હાર પહેરાવવામાં આવ્યો, પરંતુ તેણે જે કર્યું તેની કોઈએ કલ્પના કરી નહોતી. તેણે તરત જ તે માળા ઉતારી અને ત્યાં પોતાના ફેવરિટ ખેલાડીઓની એક ઝલક જોવા ઉભેલા એક નાના બાળકને પહેરાવી દીધી. આ નાનકડી પણ અત્યંત પ્રભાવશાળી ચેષ્ટાએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે.

Advertisement

Advertisement

મેદાન પરના આંકડા અને પ્રદર્શન

રાજસ્થાન રોયલ્સ [Rajasthan Royals] દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો (Viral Video) જોઈને ફેન્સ તેની સાદગી અને વિનમ્રતાના વખાણ કરી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર રનની વાત કરીએ તો, વૈભવે અત્યાર સુધી રમાયેલી ૮ મેચોમાં ૩૫૭ રન બનાવ્યા છે. તે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમે છે. તેની બેટિંગ સ્ટાઈલ [Batting Style] જોઈને અનેક દિગ્ગજો તેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાવી રહ્યા છે.

સાચા ચેમ્પિયનની નિશાની

વૈભવ સૂર્યવંશીએ સાબિત કરી દીધું છે કે તે માત્ર એક શાનદાર ખેલાડી જ નથી, પણ એક ઉત્તમ માનવી પણ છે. સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ પોતાની નમ્રતા જાળવી રાખવી એ જ સાચા ચેમ્પિયનની નિશાની છે.

આ પણ વાંચો : DCVsRCB ની મેચમાં બંને ટીમોએ ઇતિહાસ સર્જ્યો, 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

Tags :
Advertisement

.

×