Vaibhav Suryavanshi : શું વૈભવ MI માં જોડાશે? 30 કરોડની ઓફર્સ અંગે શું છે સત્ય? જાણો સમગ્ર વિગતો
Vaibhav Suryavanshi Mi : IPL 2026 માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવનાર યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) દ્વારા ₹1.10 કરોડમાં ખરીદાયેલા આ ખેલાડીને લઈને એક ચોંકાવનારી અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) એ તેમને ટીમમાં સામેલ કરવા માટે ₹30 કરોડ, એન્ટિલિયામાં એક ફ્લેટ અને માલદીવમાં ખાનગી ટાપુ (Private Island) ઓફર કર્યો છે.
He will need to be traded. All these offer are immaterial - he will have to go thru Auction if released by @rajasthanroyals - yes he will command MORE MONEY THEN ANY OTHER CRICKET PLAYER ON EARTH. But these rumoured side offers have no place in official IPL RULES. ALL Sounds… https://t.co/HHQauE1OTR
— Lalit Kumar Modi (@LalitKModi) May 28, 2026
Vaibhav Suryavanshi Mi : શું ખરેખર છે આ મોટી ઓફર?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટમાં દાવો કરાયો હતો કે નીતા અંબાણી (Nita Ambani) એ વૈભવને પોતાની ટીમ સાથે જોડાવા માટે આ જંગી રકમની લાલચ આપી છે. જોકે, IPL ના પૂર્વ ચેરમેન લલિત મોદી (Lalit Modi) એ આ અફવાઓનો પર્દાફાશ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે IPL ની સત્તાવાર નિયમ પુસ્તિકા (Rule Book) માં આવા કોઈ પણ 'સાઇડ ઓફર્સ' (Side Offers) ને સ્થાન નથી. લલિત મોદીએ આ ખબરને સંપૂર્ણપણે ફેક (Fake) ગણાવી છે. તેમણે કહ્યું કે, "જો રાજસ્થાન રોયલ્સ તેમને રિલીઝ કરે તો જ વૈભવ ઓક્શનમાં જઈ શકે છે, જ્યાં તેઓ દુનિયાના કોઈપણ ક્રિકેટર કરતા વધુ કમાણી કરી શકશે."
9️⃣7️⃣ runs of pure edge-of-the-seat brilliance 🫡
🎥 9️⃣7️⃣ seconds of Vaibhav Sooryavanshi doing 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 𝘁𝗵𝗶𝗻𝗴𝘀 🤩#TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR | @rajasthanroyals pic.twitter.com/587tfDrWTS
— IndianPremierLeague (@IPL) May 28, 2026
બેટિંગથી રચ્યો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીનું ફોર્મ અત્યારે ચરમસીમા પર છે. RR અને SRH વચ્ચેના એલિમિનેટર (Eliminator) મુકાબલામાં તેમણે માત્ર 29 બોલમાં 97 રનની તોફાની ઇનિંગ રમી હતી. 334.48 ના સ્ટ્રાઇક રેટ સાથે 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકારીને તેમણે ક્રિસ ગેલ (Chris Gayle) ના સૌથી ઝડપી સદીના રેકોર્ડને તોડવાની તૈયારી બતાવી હતી. જોકે, તેઓ માત્ર 3 રન માટે આ રેકોર્ડ ચૂકી ગયા હતા. આ યુવા ખેલાડીની ક્ષમતા જોતા એ નક્કી છે કે ભવિષ્યમાં તેમના પર કરોડોની બોલી લાગશે, પરંતુ અત્યારે તો મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાવાની વાત માત્ર અફવા જ સાબિત થઈ છે.
આ પણ વાંચો : Vaibhav Sooryavanshi Record : "IPL ના નવા સિતારા 15 વર્ષના વૈભવે તોડ્યો ગેલનો રેકોર્ડ, દિગ્ગજ બેટ્સમેને કરી પ્રશંસા


