Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vaibhav Suryavanshiએ પટના એરપોર્ટ પર PM મોદીને પગે લાગી મેળવ્યા આશીર્વાદ

પટના એરપોર્ટ પર વૈભવ સૂર્યવંશી PM મોદીને મળ્યા વૈભવે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા આશીર્વાદ લીધા વૈભવના માતા-પિતા પણ હાજર રહ્યા PM Modi Meets Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી 30 મે (શુક્રવાર) ના રોજ પટના એરપોર્ટ (patna airport)પર પ્રધાનમંત્રી નરેન્દ્ર...
vaibhav suryavanshiએ પટના એરપોર્ટ પર pm મોદીને પગે લાગી મેળવ્યા આશીર્વાદ
Advertisement
  • પટના એરપોર્ટ પર વૈભવ સૂર્યવંશી PM મોદીને મળ્યા
  • વૈભવે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા આશીર્વાદ લીધા
  • વૈભવના માતા-પિતા પણ હાજર રહ્યા

PM Modi Meets Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી 30 મે (શુક્રવાર) ના રોજ પટના એરપોર્ટ (patna airport)પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)ને મળ્યા. વૈભવે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા.14 વર્ષીય વૈભવે (Vaibhav Suryavanshi)ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમી હતી. ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં વૈભવે બેટથી તબાહી મચાવી હતી. વૈભવે તે મેચમાં માત્ર ૩૫ બોલમાં સદી ફટકારી હતી. આ સાથે, વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો.

પીએમ નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની પોતાની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો.PM નરેન્દ્ર મોદીએ પોતાના X હેન્ડલ પર લખ્યું, 'યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેના પરિવારને પટના એરપોર્ટ પર મળ્યા. તેમના ક્રિકેટ કૌશલ્યની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. તેમના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.'

Advertisement

IPL 2025 માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન

વૈભવ સૂર્યવંશીએ IPL ની વર્તમાન સિઝનમાં કુલ 7 મેચ રમી. જેમાં તેણે 252 રન બનાવ્યા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 36.00 નોંધાઈ. તે જ સમયે, સ્ટ્રાઈક રેટ 206.55 રહ્યો. તેણે કુલ 122 બોલ રમ્યા, જેમાં 18 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા.

Advertisement

આ પણ  વાંચો -PBKS vs RCB:RCBએ પંજાબને હરાવીને Finalsમાં મારી એન્ટ્રી!

IPL 2025 વૈભવ માટે યાદગાર બની ગયો

14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPL ની વર્તમાન સિઝનમાં 19 એપ્રિલ 2025 ના રોજ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ડેબ્યૂ કર્યું. તેણે આ મેચના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો અને 20 બોલમાં 34 રન બનાવ્યા. આ જોઈને લખનૌના બોલર શાર્દુલ ઠાકુર, જે આ ઓવર ફેંકી રહ્યો હતો, તે આશ્ચર્યચકિત થઈ ગયો.

આ પણ  વાંચો -Jitesh Sharma એ IPLમાં રચ્યો ઈતિહાસ, ધોનીને પાછળ છોડીને બન્યો નંબર 1

વૈભવની રેકોર્ડબ્રેક સદી

૨૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર ૩૮ બોલમાં ૧૦૧ રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે ૩૫ બોલમાં સદી પૂરી કરી, જે IPL ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી હતી. તે જ સમયે, તે IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી (૧૪ વર્ષ ૩૨ દિવસ) પણ બન્યો. આ જ મેચમાં તેણે માત્ર ૧૭ બોલમાં અડધી સદી (૫૦ રન) પૂરી કરી, જે IPL ૨૦૨૫ ની સૌથી ઝડપી અડધી સદી હતી. આ સાથે, તે T20 ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ બન્યો.

IPL માં વૈભવની કિંમત

IPL ૨૦૨૫ ની હરાજીમાં, વૈભવ સૂર્યવંશીને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ થયો હતો. તેની બેઝ પ્રાઈસ ૩૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા ૧.૧૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×