Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : કોહલીએ વૈભવ સૂર્યવંશીને આપી એવી સલાહ કે આખું ભારત થઈ ગયું ખુશ!, જૂઓ વીડિયો

IPL 2026 ના ફાઈનલ બાદ વિરાટ કોહલી અને 15 વર્ષના ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશી વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. કોહલીએ વૈભવને પોતાની મહેનત અને આત્મવિશ્વાસ પર અડગ રહેવાની સલાહ આપતા "એક બિહારી, સબ પર ભારી" કહ્યું હતું. વૈભવે આ સીઝનમાં 776 રન બનાવી ઓરેન્જ કેપ જીતીને ક્રિસ ગેલનો સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે, જે તેના ઉજ્જવળ ભવિષ્યની સાબિતી છે.
viral video   કોહલીએ વૈભવ સૂર્યવંશીને આપી એવી સલાહ કે આખું ભારત થઈ ગયું ખુશ   જૂઓ વીડિયો
Advertisement

Virat Kohli Vaibhav Suryavanshi Video : IPL 2026 ના ફાઈનલ બાદ ક્રિકેટના મેદાનમાં એક ભાવુક અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. RCB ની જીત બાદ ટીમના સુકાની વિરાટ કોહલી (Virat Kohli) અને આ સીઝનના 'સુપરસ્ટાર' વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) વચ્ચેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો હતો. આખરે RCB દ્વારા જાહેર કરવામાં આવેલા સ્પષ્ટ વીડિયોમાં ખુલાસો થયો છે કે વિરાટ કોહલીએ આ 15 વર્ષીય યુવા બેટ્સમેનને શું માર્ગદર્શન આપ્યું હતું.

"તારી મહેનત અને આત્મવિશ્વાસને જાળવી રાખ": વિરાટ કોહલી

વીડિયોમાં વિરાટ કોહલી ખૂબ જ પ્રેમથી વૈભવના ખભા પર હાથ રાખીને કહેતા સંભળાય છે, "તારે અહીંથી ઘણું ઉપર જવાનું છે. અત્યાર સુધી જે સફળતા મળી છે તે તારી મહેનત અને આત્મવિશ્વાસ (Believe) ને કારણે છે. દુનિયા શું કહે છે તેના પર ધ્યાન આપ્યા વગર તારી રમત ચાલુ રાખ. એક બિહારી, સબ પર ભારી! ગેમ ખતમ." આ સલાહ એક દિગ્ગજ ખેલાડી તરફથી ઉગતા સિતારાને મળેલી સૌથી મોટી પ્રોત્સાહનરૂપ ક્ષણ માનવામાં આવી રહી છે.

Advertisement

IPL 2026 નો નવો 'ક્રિકેટ કિંગ' વૈભવ સૂર્યવંશી

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ સીઝનમાં તેણે 15 મેચમાં 776 રન ફટકારીને ઓરેન્જ કેપ (Orange Cap) પોતાના નામે કરી છે. એટલું જ નહીં, 237 ના સ્ટ્રાઈક રેટ (Strike Rate) સાથે રમીને તેણે ક્રિસ ગેલનો એક સીઝનમાં 59 સિક્સરનો રેકોર્ડ તોડીને કુલ 72 સિક્સર (Super Sixes) ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે સૌથી નાની વયનો ખેલાડી છે.

Advertisement

5 પ્રતિષ્ઠિત એવોર્ડ વૈભવને મળ્યા

વૈભવને આ સીઝનમાં ઓરેન્જ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (Most Valuable Player), અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન (Emerging Player of the Season) સહિત કુલ 5 પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વતી રમતા આ યુવા ખેલાડીએ ફાઈનલ મેચમાં જય શાહ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજો સાથે બેસીને મેચ નિહાળી હતી, જે સાબિત કરે છે કે ભવિષ્યમાં આ ખેલાડી ટીમ ઇન્ડિયાનો મજબૂત સ્તંભ બનવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : Virat Kohli News : IPL ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી પહોંચ્યા વૃંદાવન: પ્રેમાનંદ મહારાજ પાસેથી લીધા આશીર્વાદ!

Tags :
Advertisement

.

×