Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Virat Kohli POTM record : વિરાટ કોહલીનો કમાલ, સૌથી વધુ Player of the Match જીતનાર ભારતીય ખેલાડી બન્યો

Virat Kohli POTM record : IPL 2026ની ફાઇનલમાં વિરાટ કોહલીએ (Virat Kohli) ફરી એકવાર સાબિત કરી દીધું કે તે મોટા મુકાબલાઓનો સાચો ખેલાડી છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે તેણે માત્ર 42 બોલમાં અણનમ 75 રનની શાનદાર ઇનિંગ રમી RCBને ખિતાબ અપાવ્યો. આ સાથે કોહલીએ IPLમાં 22મો Player of the Match એવોર્ડ જીતી સૌથી વધુ POTM જીતનાર ભારતીય ખેલાડી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
virat kohli potm record   વિરાટ કોહલીનો કમાલ  સૌથી વધુ player of the match જીતનાર ભારતીય ખેલાડી બન્યો
Advertisement

Virat Kohli POTM record : વિરાટ કોહલી (Virat Kohli) 37 વર્ષની ઉંમરે પણ ક્રિકેટ જગતમાં પોતાની શ્રેષ્ઠતા સતત સાબિત કરી રહ્યો છે. ઉંમર માત્ર એક આંકડો છે તે વાત કોહલીના પ્રદર્શન પરથી સ્પષ્ટ થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ મોટી મેચ (Big Match) હોય ત્યારે કોહલી વધુ ખતરનાક બની જાય છે. IPL 2026ની ફાઇનલ (IPL 2026 Final)માં પણ તેણે ફરી એકવાર બતાવી દીધું કે મોટાી મેચ માટે તે કેમ સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાં ગણાય છે.

ફાઇનલમાં Virat Kohli નું શાનદાર પ્રદર્શન

અમદાવાદમાં રમાયેલી IPL 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) સામે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)એ પ્રથમ બેટિંગ કરી હતી. GTની બેટિંગ દરમિયાન ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 155 રન જ બનાવી શકી હતી. ગુજરાત માટે વોશિંગ્ટન સુંદર (Washington Sundar)એ સૌથી વધુ 50 રન નોંધાવ્યા હતા, જ્યારે નિશાંત સિંધુ (Nishant Sindhu)એ 20 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને સિવાય કોઈ બેટ્સમેન ખાસ અસર છોડી શક્યો નહોતો. 156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCBને વિરાટ કોહલી અને વેંકટેશ ઐયર (Venkatesh Iyer)એ મજબૂત શરૂઆત અપાવી હતી. ઐયર 32 રન બનાવીને આઉટ થયો, પરંતુ કોહલી એક છેડેથી અડગ રહ્યો. તેણે માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી (Half Century) પૂર્ણ કરી અને IPL ઇતિહાસમાં પોતાની સૌથી ઝડપી ફિફ્ટી નોંધાવી.

Advertisement

ચેઝમાસ્ટર કોહલીએ RCBને અપાવ્યો ખિતાબ (Virat Kohli POTM record)

વિરાટ કોહલી અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો અને 42 બોલમાં અણનમ 75 રનની મેચ વિનિંગ ઇનિંગ (Match-Winning Innings) રમી. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. તેના આ શાનદાર પ્રદર્શનના કારણે RCBએ 5 વિકેટે જીત મેળવી અને ખિતાબ પોતાના નામે કર્યો. આ યાદગાર ઇનિંગ માટે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ (Player of the Match) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સાથે તેણે IPLના ઇતિહાસમાં એક વધુ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

Advertisement

IPLમાં સૌથી વધુ Player of the Match જીતનાર ભારતીય બન્યો

IPL 2026ની ફાઇનલમાં મળેલો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ વિરાટ કોહલીનો IPL કારકિર્દીનો 22મો Player of the Match એવોર્ડ હતો. આ સાથે તેણે રોહિત શર્મા (Rohit Sharma)ને પાછળ છોડીને IPLમાં સૌથી વધુ POTM જીતનાર ભારતીય ખેલાડી બનવાનો ગૌરવ મેળવ્યો. રોહિત શર્માના નામે IPLમાં 21 Player of the Match એવોર્ડ છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 18 એવોર્ડ સાથે ત્રીજા સ્થાને છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને કેએલ રાહુલ (KL Rahul)એ 17-17 વખત આ સન્માન મેળવ્યું છે.

IPLમાં સૌથી વધુ POTM જીતનાર ટોચના 5 ભારતીય ખેલાડીઓ

  • વિરાટ કોહલી (Virat Kohli) – 22 વખત
  • રોહિત શર્મા (Rohit Sharma) – 21 વખત
  • મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) – 18 વખત
  • રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) – 17 વખત
  • કેએલ રાહુલ (KL Rahul) – 17 વખત

ઓવરઓલ યાદીમાં પણ ટોચના ખેલાડીઓમાં સમાવેશ

જો ભારતીય અને વિદેશી તમામ ખેલાડીઓને ધ્યાનમાં લેવામાં આવે તો પણ વિરાટ કોહલીનો દબદબો જોવા મળે છે. IPLમાં સૌથી વધુ Player of the Match જીતવાનો રેકોર્ડ એબી ડી વિલિયર્સ (AB de Villiers)ના નામે છે, જેમણે 25 વખત આ એવોર્ડ જીત્યો છે. વિરાટ કોહલી અને ક્રિસ ગેલ (Chris Gayle) બંનેના નામે 22-22 POTM એવોર્ડ છે. જોકે કોહલી તાજેતરના રેકોર્ડ સાથે ભારતીય ખેલાડીઓમાં નંબર-1 બની ગયો છે. રોહિત શર્મા 21 એવોર્ડ સાથે ચોથા અને ડેવિડ વોર્નર (David Warner) 18 એવોર્ડ સાથે પાંચમા ક્રમે છે.

IPLમાં સૌથી વધુ POTM જીતનાર ટોચના 5 ખેલાડીઓ

  • એબી ડી વિલિયર્સ (AB de Villiers) – 25 વખત
  • વિરાટ કોહલી (Virat Kohli) – 22 વખત
  • ક્રિસ ગેલ (Chris Gayle) – 22 વખત
  • રોહિત શર્મા (Rohit Sharma) – 21 વખત
  • ડેવિડ વોર્નર (David Warner) – 18 વખત

કોહલી ફરી સાબિત થયો 'મોટી મેચનો ખેલાડી'

ઉલ્લેખનીય છે કે, IPL 2026ની ફાઇનલમાં વિરાટ કોહલીએ માત્ર ટીમને જીત અપાવી નથી, પરંતુ પોતાની કારકિર્દીમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ (Historic Achievement) પણ હાંસલ કરી છે. મોટા મુકાબલાઓમાં દબાણ વચ્ચે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તેની ક્ષમતા તેને વિશ્વ ક્રિકેટ (World Cricket)ના મહાન ખેલાડીઓમાં સ્થાન અપાવે છે. 22મા Player of the Match એવોર્ડ સાથે કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે હજુ પણ T20 ક્રિકેટ (T20 Cricket)ના સૌથી પ્રભાવશાળી અને મેચ વિનર (Match Winner) ખેલાડીઓમાંનો એક છે.

આ પણ વાંચો : Virat Anushka Dance Video : મેચ જીત્યા બાદ વિરાટ-અનુષ્કાનો ડાન્સ થયો વાયરલ, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×