IPL 2026: Virat Kohli એ Travis Head સાથે કેમ ન મિલાવ્યો હાથ? હૈદરાબાદની જીત વચ્ચે કિંગ કોહલીનો Viral Video!
- હૈદરાબાદ સામે બેંગલુરુની 55 રને શરમજનક હાર
- મેચ બાદ હેન્ડશેક દરમિયાન કિંગ કોહલીનો ગુસ્સો કેમેરામાં કેદ
- વિરાટે ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડને સરેઆમ કર્યો ઇગ્નોર
- રજત પાટીદારની વિકેટ લીધા બાદ મેદાન પર વધી હતી તલ્ખી
- સોશિયલ મીડિયા પર બંને દિગ્ગજોનો વીડિયો થયો જોરદાર વાયરલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ના મેદાન પર જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમો આમને-સામને હોય, ત્યારે રોમાંચ ચરમસીમાએ પહોંચવો સ્વાભાવિક છે. શુક્રવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગલુરુને 55 રને કરારી હાર આપી હતી. પરંતુ, આ મેચના પરિણામ કરતાં પણ વધુ ચર્ચા મેચ બાદ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા એક વીડિયોની થઈ રહી છે.
કિંગ કોહલીએ ટ્રાવેસ હેડને કર્યો ઈગ્નોર
મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ પરંપરાગત રીતે એકબીજા સાથે હેન્ડશેક (Handshake) કરી રહ્યા હતા, ત્યારે કિંગ કોહલી (King Kohli) એ અન્ય તમામ ખેલાડીઓ સાથે ઉષ્માભેર મુલાકાત કરી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ (Travis Head) ને સંપૂર્ણપણે નજરઅંદાજ (Snub) કરીને આગળ નીકળી ગયા હતા. મેદાન પરના આ હાઇ-વોલ્ટેજ ડ્રામા (High Voltage Drama) ની શરૂઆત ત્યારે થઈ જ્યારે હેડે બોલિંગમાં આવીને આરસીબીના સેટ બેટ્સમેન રજત પાટીદાર (56 રન) ની મોટી વિકેટ ઝડપીને કોહલીને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ જ મેદાની તલ્ખી મેચ બાદ પણ સ્પષ્ટ જોવા મળી હતી.
Virat Kohli didn’t shake hands with Travis Head after the match ended. pic.twitter.com/74UEXm1aUV
— Cricketopia (@CricketopiaCom) May 22, 2026
રનનો પહાડ અને હૈદરાબાદનો દબદબો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. 'પ્લેયર ઓફ ધ મેચ' (Player of the Match) ઇશાન કિશને માત્ર 46 બોલમાં 79 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે યુવા ઓપનર અભિષેક શર્માએ માત્ર 22 બોલમાં 56 રન ફટકારી આરસીબીના કેમ્પમાં ખળભળાટ મચાવી દીધો હતો. અંતમાં હેનરિક ક્લાસેને માત્ર 24 બોલમાં 51 રન ઝૂડી કાઢતાં હૈદરાબાદે 4 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
🚨 HEATED ARGUMENT BETWEEN VIRAT KOHLI & TRAVIS HEAD 🚨
Virat Kohli Said 🗣️, “Come on, come bowl, and then I’ll show you sixes.”
Travis Head Said🗣️, “If I come to bowl, you’ll run back to the dressing room.” (Laugh)
pic.twitter.com/RjPg7RdKRa— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 22, 2026
બેંગ્લુરુની કારમી હાર
જવાબમાં આરસીબી (RCB) ની ટીમ રજત પાટીદારના અર્ધશતક અને કૃણાલ પંડ્યાના અણનમ 41 રન છતાં 4 વિકેટે 200 રન જ બનાવી શકી હતી. આ કારમી હાર છતાં બેંગલુરુના ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે બહેતર નેટ રન રેટ (NRR) ના કારણે આરસીબી પોઇન્ટ ટેબલ (Points Table) માં ટોપ-2 માં પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યું છે, જે તેમને પ્લેઓફ (Playoffs) માં મોટો ફાયદો અપાવશે. હાલમાં આરસીબી, ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ ત્રણેય ટીમો 18-18 પોઇન્ટ સાથે બરાબરી પર છે અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.
આ પણ વાંચો : IPL 2026 : હૈદરાબાદે 255 રન ફટકાર્યા, છતાં ચર્ચામાં રહ્યું RCBનું નામ


