ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Preity Zinta એ Virat Kohli ને ફોનમાં શું બતાવ્યું? જુઓ વીડિયો વાયરલ

વિરાટ કોહલી પ્રીતિ ઝિન્ટાનો એક વીડિયો આવ્યો સામે કોહલીએ પ્રીતિ ઝિન્ટાને હાથ મિલાવ્યો પ્રીતિ કોહલીને કંઈક બતાવતી જોવા મળી Virat Kohli: 20 એપ્રિલના રોજ, IPL 2025 માં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (PBKS vs RCB)વચ્ચે મેચ રમાઈ હતી....
05:56 PM Apr 21, 2025 IST | Hiren Dave
વિરાટ કોહલી પ્રીતિ ઝિન્ટાનો એક વીડિયો આવ્યો સામે કોહલીએ પ્રીતિ ઝિન્ટાને હાથ મિલાવ્યો પ્રીતિ કોહલીને કંઈક બતાવતી જોવા મળી Virat Kohli: 20 એપ્રિલના રોજ, IPL 2025 માં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (PBKS vs RCB)વચ્ચે મેચ રમાઈ હતી....
IPL 2025

Virat Kohli: 20 એપ્રિલના રોજ, IPL 2025 માં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (PBKS vs RCB)વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં RCB એ શાનદાર પ્રદર્શન કર્યું અને પંજાબને તેના જ ઘરમાં કચડી નાખ્યું. આરસીબી માટે વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. તે અંત સુધી અણનમ રહ્યો અને આરસીબીનો વિજય સુનિશ્ચિત કર્યો. મેચ પછી, વિરાટ કોહલી (virat kohli)અને પ્રીતિ ઝિન્ટાનો (Preity Zinta)એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને હવે ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વિરાટ અને પ્રીતિ ઝિન્ટાની મુલાકાતનો વિડિયો વાયરલ થયો

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે RCBની જીત બાદ કોહલી પંજાબ ટીમના ખેલાડીઓ સાથે વાત કરી રહ્યો છે. આ દરમિયાન પ્રીતિ ઝિન્ટા ત્યાં પહોંચે છે. કોહલી તેમને ખૂબ જ આદરથી મળે છે. તેઓ પહેલા હાથ મિલાવે છે અને પછી બંને વાત કરવાનું શરૂ કરે છે. આ મુલાકાતમાં સૌથી રસપ્રદ ક્ષણ એ હતી જ્યારે પ્રીતિ કોહલીને તેના મોબાઇલ પર કંઈક બતાવતી જોવા મળી. આ પછી પ્રીતિ અને વિરાટ જોરથી હસવા લાગ્યા.

આ પણ  વાંચો -BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટની કરી જાહેરાત, માત્ર 4 ખેલાડીઓને જ મળ્યું A ગ્રેડમાં સ્થાન

આ રીતે RCBએ જીતી મેચ

IPL 2025 માં,રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ફક્ત એક દિવસના અંતરે બે મેચ રમાઈ હતી.પહેલી મેચમાં પંજાબની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને બેંગલુરુને તેના ઘરઆંગણે 5 વિકેટથી હરાવ્યું. પરંતુ બીજી મેચમાં,RCB એ જોરદાર વાપસી કરી અને પંજાબને તેના જ ઘરમાં 7 વિકેટથી હરાવીને સ્કોર બરાબર કર્યો.

આ પણ  વાંચો -PBKS vs RCB : આ રીતે કોણ કરે છે જીતની ઉજવણી? કોહલીના વર્તનથી ગુસ્સે થયો ઐયર, Video

RCB એ માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું

પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 157 રન બનાવ્યા હતા. જવાબમાં, RCB એ 7 બોલ બાકી રહેતા માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આ જીતમાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોહલીએ પોતાની જૂની સ્ટાઈલમાં બેટિંગ કરી અને 54 બોલમાં અણનમ 73 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. શરૂઆતમાં તે સંયમથી રમ્યો અને અડધી સદી ફટકાર્યા પછી આક્રમક વલણ અપનાવ્યું. તેની ઈનિંગ્સ આરસીબીની જીતનો પાયો સાબિત થઈ. #csktickets

Tags :
#cskticketsIPL 2025PBKS vs RCBPreity ZintaRCB VS PBKSVirat Kohli
Next Article