Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

લાખોના જૂતા કાપીને કેમ રમે છે ફાસ્ટ બોલરો? Jofra Archer ના વીડિયોએ ફેલાવી સનસનાટી!

ક્રિકેટમાં Fast Bowler દ્વારા જૂતા કાપવા પાછળનું મુખ્ય કારણ લેન્ડિંગ વખતે અંગૂઠા પર આવતા દબાણને ઘટાડવાનું છે. જોફ્રા આર્ચર અને મોહમ્મદ શમી જેવા બોલરો ઇજાથી બચવા માટે જૂતાના આગળના ભાગને કાપે છે, જેથી જમ્પ પછી પગ જમીન પર અથડાય ત્યારે અંગૂઠાને પૂરતી જગ્યા મળે અને 'બ્લેક ટો' જેવી સમસ્યા ન થાય.
લાખોના જૂતા કાપીને કેમ રમે છે ફાસ્ટ બોલરો  jofra archer ના વીડિયોએ ફેલાવી સનસનાટી
Advertisement
  • Jofra Archer Shoes Cutting વીડિયો વાયરલ
  • મોંઘા શૂઝ  કાપવા પાછળ છુપાયેલું છે મોટું કારણ
  • લેન્ડિંગ વખતે અંગૂઠા પર આવતા દબાણને ઘટાડવા લેવાય છે નિર્ણય
  • શમી, સિરાજ અને સ્ટાર્ક પણ રમે છે કપાયેલા જૂતા સાથે
  • ઇજાથી બચવા અને લાંબી કારકિર્દી માટે બોલરોની ખાસ ટેકનિક

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોફ્રા આર્ચર (Fast Bowler) પોતાના શૂઝને અંગૂઠાના ભાગેથી કાપતો નજરે પડે છે. આ માત્ર આર્ચરની જ વાત નથી, પરંતુ શોએબ અખ્તર, મોહમ્મદ શમી અને ડેલ સ્ટેન જેવા દિગ્ગજ બોલરો પણ આવું કરતા આવ્યા છે. પ્રશ્ન એ થાય કે લાખોની કિંમતના સ્પેશિયલ સ્પાઇક્સ (Cricket Spikes) ને ફાસ્ટ બોલરો શા માટે નુકસાન પહોંચાડે છે?

Advertisement

Jofra Archer Shoes Cutting : ઇજાથી બચવા માટેનો અનોખો રસ્તો

ફાસ્ટ બોલિંગ (Fast Bowler) એ શરીર માટે અત્યંત કઠિન પ્રક્રિયા છે. જ્યારે કોઈ બોલર લાંબા રન-અપ પછી જમ્પ કરીને ક્રીઝ પર લેન્ડ થાય છે, ત્યારે તેના આગળના પગ પર શરીરના વજન કરતા આઠથી દસ ગણું દબાણ આવે છે. જૂતા આગળથી બંધ હોવાને કારણે અંગૂઠો જૂતાની અંદર અથડાય છે, જેનાથી 'બ્લેક ટો' (Black Toe) અથવા નખમાં ગંભીર ઇજા થવાનું જોખમ રહે છે. જૂતા કાપવાથી અંગૂઠાને બહાર નીકળવાની જગ્યા મળે છે, જેનાથી દબાણ ઘટે છે અને ઇજા (Injury Prevention) થી બચી શકાય છે.

Advertisement

કયો પગ અને કયું જૂતું?

નિયમ મુજબ, જમણા હાથના ફાસ્ટ બોલરો (Fast Bowler) તેમના ડાબા પગના જૂતાને આગળથી કાપે છે, કારણ કે તે પગ લેન્ડિંગ વખતે જમીન પર જોરથી અથડાય છે. તેવી જ રીતે, ડાબા હાથના બોલરો જમણા પગના જૂતામાં આ ફેરફાર કરે છે. મોહમ્મદ સિરાજ અને મિચેલ સ્ટાર્ક જેવા આધુનિક સમયના બોલરો પણ આ ટેકનિકનો ઉપયોગ કરીને પોતાની કારકિર્દી લાંબી ખેંચવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો : SRH vs DC Result : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 47 રને આપ્યો કારમો પરાજય

Tags :
Advertisement

.

×