Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jamnagar: તપાસમાં કોઈ પુરાવા ના મળ્યા, પોલીસે 3 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા

Jamnagar ના પટેલ કોલોની વિસ્તારમાં એસઓજી પોલીસે દરોડા પાડી 3 મહિલાઓ સહિત 5 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરતા હતા. તપાસ દરમિયાન તેમની પાસે કોઈ માન્ય આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ શરૂ કરી છે.
jamnagar  તપાસમાં કોઈ પુરાવા ના મળ્યા  પોલીસે 3 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા
Advertisement
  • Jamnagar માં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર શખ્સો ઝડપાયા
  • ગેરકાયદે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી શખ્સો પકડાયા
  • 3 મહિલાઓ સહિત 5 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત
  • પટેલ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા બાંગ્લાદેશીઓ

Jamnagar: ગુજરાતમાં વારંવાર ગેરકાયદેસર રહેતાં વિદેશી લોકો ઝડપાઈ રહ્યા છે, ત્યારે જામનગર (Jamnagar) શહેરમાંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે શહેરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં દરોડા પાડીને કુલ 5 બાંગ્લાદેશી (Bangladeshi) લોકોની અટકાયત કરી છે, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસે બાતમી આધારે ઘૂષણખોરોને પકડ્યા

મળતી માહિતી મુજબ, જામનગર એસઓજી પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે શહેરની પટેલ કોલોનીમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ કોઈપણ કાયદેસરના આધાર-પુરાવા વગર રહી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પટેલ કોલોની સ્થિત એક ભાડાના મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ત્યાં રહેતા વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. જ્યારે પોલીસે તેમની પાસે ભારતીય નાગરિકત્વના પુરાવાઓ માંગ્યા, ત્યારે તેઓ કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા.

Advertisement

તપાસમાં થયેલા ખુલાસા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે પકડાયેલા તમામ 5 વ્યક્તિઓ બાંગ્લાદેશી નાગરિકો છે. તેઓ સરહદ ઓળંગીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં આશ્રય મેળવી રહ્યા હતા. આ શખ્સો અહીં રહીને મજૂરી કામ કરતા હતા અને પોતાની ઓળખ છુપાવીને સામાન્ય નાગરિકોની જેમ રહેતા હતા. પકડાયેલા શખ્સોમાં 3 મહિલાઓ અને 2 પુરુષો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Jamnagar પોલીસની કાર્યવાહી

એસઓજી પોલીસે આ તમામની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી કોઈ પણ પ્રકારના પાસપોર્ટ, વિઝા કે ભારતમાં રહેવા માટેના જરૂરી દસ્તાવેજો મળી આવ્યા નથી. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સોને જામનગર સુધી કોણ લાવ્યું? તેમને ભાડાનું મકાન અપાવવામાં કોણે મદદ કરી? અને શું તેમનો કોઈ અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં હાથ છે કે કેમ?

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટરને કોર્ટમાં રજૂ કરાયા

Tags :
Advertisement

.

×