ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : ઓનલાઇન રોકાણનાં ફોન આવે છે? તો ચેતજો..! કારખાનેદાર સાથે અધધ.. 2 કરોડની છેતરપિંડી!

જામનગરમાં કારખાનેદારને ફોન થકી શેરમાર્કેટમાં ઓનલાઇન રોકાણ કરાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ચકચારી ઘટના બની છે. ફોન કોલ્સ કરી વેબસાઈટનાં માધ્યમથી મોટા પ્રોફિટની લાલચ આપી ઠગ ટોળકીએ કારખાનેદાર પાસે 41 દિવસમાં રૂ. 1.87 કરોડનું રોકાણ કરાવ્યું અને ત્યાર બાદ એવું બન્યું કે કારખાનેદારનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી.આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે.
09:31 PM Oct 13, 2025 IST | Vipul Sen
જામનગરમાં કારખાનેદારને ફોન થકી શેરમાર્કેટમાં ઓનલાઇન રોકાણ કરાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ચકચારી ઘટના બની છે. ફોન કોલ્સ કરી વેબસાઈટનાં માધ્યમથી મોટા પ્રોફિટની લાલચ આપી ઠગ ટોળકીએ કારખાનેદાર પાસે 41 દિવસમાં રૂ. 1.87 કરોડનું રોકાણ કરાવ્યું અને ત્યાર બાદ એવું બન્યું કે કારખાનેદારનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી.આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે.
Jamnagar_Gujarat_first main 2
  1. Jamnagar માં કારખાનેદાર સાથે ઓનલાઈન રોકાણનાં નામે છેતરપિંડી
  2. શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરી મોટા પ્રોફિટની અપાઈ લાલચ
  3. ફોન કોલ્સ કરી વેબસાઈટનાં મધ્યમથી ઠગ ટોળકીએ રોકાણ કરાવ્યું
  4. કારખાનેદારે 41 દિવસમાં 1 કરોડ 87 લાખ રૂપિયાનું રોકાણ કર્યું

Jamnagar : જો તેમને શેરમાર્કેટમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો અપાવવાની લાલચ આપતા ફોન આવે તો સાવચેત રહેજો. કારણ કે, આવા જ એક કિસ્સામાં જામનગરમાં એક કારખાનેદારે કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કારખાનેદારને ફોન કોલ્સ કરી વેબસાઈટનાં માધ્યમથી મોટા પ્રોફિટની લાલચ આપી ઠગ ટોળકીએ ઓનલાઇન રોકાણ કરાવ્યું હતું અને ત્યાર બાદ 41 દિવસમાં રૂ. 1.87 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી છે. આ મામલે સાઇબર ક્રાઇમે (Cyber Crime Police) અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -Mansukh Vasava : અધિકારી, વેપારીઓને મનસુખ વસાવાએ રોકડું પરખાવ્યું, કહ્યું- તમે ગામનાં રાજા નથી..!

Jamnagar માં કારખાનેદાર સાથે શેરબજારમાં ઓનલાઈન રોકાણનાં નામે છેતરપિંડી

જામનગરમાં એક કારખાનેદાર સાથે શેરબજારમાં ઓનલાઇન રોકાણનાં નામે મોટી છેતરપિંડી થઈ હોવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કારખાનેદારને એક ફોન આવ્યો હતો, જેમાં શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરી મોટા પ્રોફિટની લાલચ આપવામાં આવી હતી. ત્યાર બાદ ઠગ ટોળકીએ વિશ્વાસ જીતી કારખાનેદાર પાસે રોકાણ કરાવ્યું હતું. દિવસે-દિવસે મોટો પ્રોફિટ માર્જિન બતાવાતા કારખાનેદારે 41 દિવસ રૂ. 1.87 કરોડનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો -Junagadh : ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવા મામલે પોલીસને મહત્ત્વની કડી મળી, કરશે ચોંકાવનારો ખુલાસો!

41 દિવસ રૂ. 1.87 કરોડનું રોકાણ કર્યું, પછી સાઇટ જ ડિલીટ થઈ

જો કે, એક દિવસ સાઇટની લિંક જ ડિલિટ કરી દેવામાં આવી હતી. આથી, કારખાનેદારને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આમ, પોતાની સાથે રૂ. 1.87 કરોડની ઠગાઈ થઈ હોવાની જાણ થતાં કારખાનેદારે સાઇબર ક્રાઇમ પોલીસ (Cyber Crime Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદનાં આધારે પોલીસે અજાણ્યા ઇસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો -Vadodara : વિતેલા 8 માસમાં થયેલી 14 બાઇક ચોરીના કેસ ઉકેલી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Cyber Crime PoliceCyber fraudgang of thugsGUJARAT FIRST NEWSJamnagaronline fraudstock market scamTop Gujarati News
Next Article