Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAPમાં આવતા જ ખતરો! Jamnagar માં કોર્પોરેટર અસલમ ખીલજી પર જીવલેણ હુમલો, શું છે તેના પાછળનું કારણ?

જામનગર (Jamnagar) શહેરમાં ગત સાંજે પૂર્વ વિપક્ષી નેતા અને તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા નગરસેવક અસલમ ખીલજી (Aslam Khilji) પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના શહેરના લાલ બંગલો સર્કલથી ભીડભજન મંદિર તરફના માર્ગ પર બની હતી.ત્યારે આ હુમલાને લઈને શહેરમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. પોલીસે હુમલાખોરોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.
aapમાં આવતા જ ખતરો  jamnagar માં કોર્પોરેટર અસલમ ખીલજી પર જીવલેણ હુમલો  શું છે તેના પાછળનું કારણ
Advertisement
  • જામનગર️માં (Jamnagar) કોર્પોરેટર પર જીવલેણ હુમલાનો મામલો
  • અસલમ ખીલજી પર જીવલેણ હુમલા બાદ પોલીસ દોડતી થઈ
  • કોર્પોરેટરના રહેણાંક વિસ્તારમાં રાત્રી દરમિયાન પોલીસનું સઘન પેટ્રોલિંગ
  • કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • જૂની અદાવતમાં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની ચર્ચા
  • થોડા દિવસો પહેલા જ AAPમાં જોડાયા હતા કોર્પોરેટર
  • હુમલાખોરોને શોધવા પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

જામનગર (Jamnagar) શહેરમાં ગત સાંજે પૂર્વ વિપક્ષી નેતા અને તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા નગરસેવક અસલમ ખીલજી (Aslam Khilji) પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના શહેરના લાલ બંગલો સર્કલથી ભીડભજન મંદિર તરફના માર્ગ પર બની હતી.

જામનગરમાં (Jamnagar) કોર્પોરેટર અસલમ ખીલજી પર જીવલેણ હુમલો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્સોએ જૂની અદાવતના કારણે આ હુમલો કર્યો હોવાની ચર્ચા છે.અસલમ ખીલજી થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા હતા. આ પછી પોલીસ તંત્ર દોડતું થયું હતું અને હુમલાખોરોને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Advertisement

Jamnagar-AAP corporator Aslam Khilji- Gujarat first

Advertisement

પોલીસે તપાસ તેજ કરી

આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે કોર્પોરેટરના રહેણાંક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ વધારી દીધું છે. કાલાવડ નાકા બહારના પાંચ હાટડી વિસ્તાર, ગુજરાતીવાડ, પટણીવાડ અને વાઘેરવાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન ફૂટ પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Jamnagar-AAP corporator Aslam Khilji- Gujarat first

શહેરમાં ભયનો માહોલ

પોલીસ દ્વારા હુમલાખોરોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત અને સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓને જલ્દી ઝડપી લેવામાં તપાસ હાથ ધરવામા આવી છે. આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ સર્જ્યો છે, જ્યારે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે.આ હુમલો રાજકીય અદાવત કે અન્ય કારણોસર થયો છે તે અંગે તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: Valsad Politics: વાપીમાં અનંત પટેલનો ધડાકો! AAP ના નેતાઓ સંપર્કમાં હોવાનું કહ્યું

Tags :
Advertisement

.

×