Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મતદાર યાદી ગોટાળા મુદ્દે અમદાવાદમાં આપની પત્રકાર પરિષદ, ઇસુદાનભાઈ ગઢવીનાં ગંભીર આરોપ

મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ સામે અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં થતા ગોટાળા ઊજાગર કરી ગંભીર આક્ષેપ કર્યા હતા. પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ આરોપ સાથે કહ્યું કે, SIR પ્રક્રિયામાં ભાજપનું મોટું ષડ્યંત્ર છે. 9 લાખથી વધુ નામ કમી કરવાની ખોટી અરજીઓ આવી છે.
મતદાર યાદી ગોટાળા મુદ્દે અમદાવાદમાં આપની પત્રકાર પરિષદ  ઇસુદાનભાઈ ગઢવીનાં ગંભીર આરોપ
Advertisement
  1. મતદાર યાદી ગોટાળા મુદ્દે અમદાવાદમાં આપની પત્રકાર પરિષદ
  2. આપ એ ઓડિયો પુરાવા સાથે પ્રક્રિયામાં ગોટાળા ઊજાગર કર્યા
  3. SIR ની કામગીરી પ્રક્રિયામાં ભાજપનું મોટું ષડ્યંત્ર : ઇસુદાનભાઈ ગઢવી
  4. '9 લાખથી વધુ નામ રદ કરવાની અરજીઓ શંકાસ્પદ'

અમદાવાદ : મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ સામે અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં થતા ગોટાળા ઊજાગર કરી ગંભીર આક્ષેપ કર્યા હતા. પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ આરોપ સાથે કહ્યું કે, SIR પ્રક્રિયામાં ભાજપનું મોટું ષડ્યંત્ર છે. 9 લાખથી વધુ નામ કમી કરવાની ખોટી અરજીઓ આવી છે. મતદાર યાદીમાંથી નામ કાઢી લોકશાહી ખતમ કરવાની ભાજપની યોજના છે.

આ પણ વાંચો - અમદાવાદમાં 'હિટ એન્ડ રન'નો ભયાનક વીડિયો! 108ના ટાયર નીચે વ્યક્તિનો હાથ કચડાઈ ગયો

Advertisement

9 લાખથી વધુ નામ કમી કરવાની ખોટી અરજીઓ આવી : ઇસુદાનભાઈ ગઢવી

આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદ મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ બાબતે હતી, જેમાં પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ ગંભીર આરોપો સાથે કહ્યું કે, SIR પ્રક્રિયામાં ભાજપનું મોટું ષડ્યંત્ર છે. 9 લાખથી વધુ નામ કમી કરવાની ખોટી અરજીઓ આવી છે. મતદાર યાદીમાંથી નામ કાઢી લોકશાહી ખતમ કરવાની ભાજપની યોજના છે. ઘરે-ઘરે વેરિફિકેશન પછી અચાનક 9 લાખ અરજીઓ શંકાસ્પદ જણાઈ. તેમણે કહ્યું કે, જામખંભાળિયામાં 15 હજાર જેટલી અરજી નામ રદ કરવા માટે આપી છે. બધી વિધાનસભામાંથી 10 હજાર મત રદ કરવાનું ષડયંત્ર રચ્યું છે.

Advertisement

'ચૂંટણી પંચ તટસ્થ રહે, નહીં તો આપ કાયદેસર કાર્યવાહી કરશે'

આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ આરોપો સાથે આગળ કહ્યું કે, 72 લાખ જેટલા મતદારો રદ કરવામાં આવ્યા છે. વિપક્ષ સમર્થકોને ટાર્ગેટ કરી મતાધિકાર છીનવવાની ભાજપની કોશિશ છે. ચૂંટણી પંચ તટસ્થ રહે, નહીં તો આમ આદમી પાર્ટી કાયદેસર કાર્યવાહી કરશે, તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી. ઇસુદાનભાઈ ગઢવીએ ખોટી અરજી કરનાર અને સહયોગી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદની માંગ પણ કરી હતી. તેમણે કહ્યું કે, BLO ની કામગીરી પર વિશ્વાસ ન રાખી રાજકીય દબાણથી નામ કમી કરવામાં આવ્યા હોવાની શંકા છે. એક પણ ખોટું નામ કમી થયું તો IRO થી કલેક્ટર સુધી લીગલ એક્શન લઇશું અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. આ સાથે તેમણે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તરત ચેક કરો તેમ નાગરિકોને અપીલ કરી હતી. દિપાલીબેન દ્વારા કોઈ અરજી કરવામાં આવી નથી હોવાનો ફોન રેકોર્ડ AAP એ વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો - ₹826 કરોડની મેગા Cyber ઠગાઈનો પર્દાફાશ : સુરતના 'જુતા વેચનારા' માસ્ટરમાઈન્ડે કેવી રીતે દેશવાસીઓને લૂંટ્યા?

Advertisement

.

×