Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jamnagar : દિલ્હી બ્લાસ્ટનાં બનાવ બાદ જામનગરમાં ઠેર-ઠેર ચેકિંગ, ડોગ-બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ

દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાતમાં પણ વિવિધ શહેર-જિલ્લાઓમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. જામનગરમાં શહેર-જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ જાહેર સ્થળે તપાસ થઈ રહી છે. જામનગર જિલ્લાની દરિયાઈ સીમા સુરક્ષામાં વધારો કરાયો છે. સાથે જ બેડી બંદર ખાતે મરીન પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બસ સ્ટેન્ડ સહિતનાં સ્થળો પર સ્નિફર ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.
jamnagar   દિલ્હી બ્લાસ્ટનાં બનાવ બાદ જામનગરમાં ઠેર ઠેર ચેકિંગ  ડોગ બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ
Advertisement
  1. Jamnagar જિલ્લાની દરિયાઈ સીમા સુરક્ષામાં વધારો કરાયો
  2. બેડી બંદર ખાતે મરીન પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું
  3. બંદર તરફના રસ્તે આવતા-જતા વાહનચાલકોનું ચેકિંગ કરાયું
  4. માછીમારી બોટોનું ચેકિંગ તથા માછીમારો સાથે કર્યો સંવાદ
  5. સ્નિફર ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા બસ સ્ટેશનમાં પણ ચેકિંગ

Jamnagar : દિલ્હી બ્લાસ્ટની (Delhi Blast) ઘટનાને પગલે ગુજરાતમાં પણ વિવિધ શહેર-જિલ્લાઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર (Jamnagar Police) દ્વારા વિવિધ જાહેર સ્થળે તપાસ કરાઈ રહી છે. જામનગર જિલ્લાની દરિયાઈ સીમા સુરક્ષામાં વધારો કરાયો છે. સાથે જ બેડી બંદર ખાતે મરીન પોલીસ (Marine Police) દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે. બસ સ્ટેન્ડ સહિતનાં સ્થળો પર સ્નિફર ડોગ (Dog Squad) અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો - હથિયારોના સોદાગરોએ Team SMC પર ફાયરિંગ કરતા પીઆઈ પનારાએ વળતો ગોળીબાર કર્યો, એક ઘાયલ આરોપી સહિત 4 પકડાયા

Advertisement

Advertisement

Jamnagar જિલ્લાની દરિયાઈ સીમા સુરક્ષામાં વધારો કરાયો

દિલ્હી બ્લાસ્ટનાં પડઘા જામનગર (Jamnagar) સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે. જામગનર બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો પર પોલીસ તંત્ર (Jamnagar Police) દ્વારા સ્નિફર ડોગ અને બોમ્બ સ્કવોડની મદદથી ચેકિંગ કરાઈ રહ્યું છે. બસ સ્ટેન્ડનાં પાર્કિંગ, મુસાફરોનાં સામાનની તપાસ થઈ રહી છે. શંકાસ્પદ જણાતા વ્યક્તિની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત, જામનગર જિલ્લાની દરિયાઈ સીમા સુરક્ષા (Maritime Border Security) વધુ મજબૂત કરવામાં આવી છે.

આ પણ વાંચો - Junagadh : ભારતી આશ્રમનાં મહાદેવ ભારતી બાપુ ફરી ગુમ, સર્ચ ઓપરેશન શરૂ!

બેડી બંદર ખાતે મરીન પોલીસ દ્વારા સઘન ચેકિંગ

માહિતી અનુસાર, બેડી બંદર ખાતે મરીન પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બંદર તરફનાં રસ્તે આવતા-જતા વાહનચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ માછીમારી બોટનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ માછીમારો સાથે સાવચેતી ભર્યો સંવાદ કરી માહિતી મેળવવામાં આવી રહી છે. આતંકવાદી પ્રવૃત્તિને ખાળવાનાં પ્રયાસો પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા તેજ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટના કડક આદેશ પછી ISKCON Bridge અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે ચાર્જશીટનો માર્ગ બન્યો મોકળો

Tags :
Advertisement

.

×