Ambani પરિવારનું દ્વારકામાં સ્વાગત : પદયાત્રાના છેલ્લા દિવસે અનંતની સાથે પત્ની અને માતા જોડાયા
- રિલાયન્સ જૂથના અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ
- પદયાત્રા કરી દ્વારકાધીશના દર્શને પહોંચ્યા અનંત અંબાણી
- દ્વારકામાં અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Ambani : રિલાયન્સ જૂથના અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ થઇ છે. જેમાં અનંત અંબાણી પદયાત્રા કરી દ્વારકાધીશના દર્શને પહોંચ્યા છે. દ્વારકામાં અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમજ અંબાણી પરિવારે રામ નવમીની શુભકામનાઓ પાઠવી છે. જેમાં નીતા અંબાણીએ જણાવ્યું છે કે આજે મા તરીકે મને બહુ ગર્વ થાય છે. મારા અનંતે દ્વારકા સુધીની યાત્રા પૂર્ણ કરી છે. અનંતના આજે 30 વર્ષ પૂર્ણ થયા છે. અનંતના જન્મ દિવસે રામ નવમી હતી.
દ્વારકા પદયાત્રાની આઠમી રાત્રે અનંતનો બાળ પ્રેમ દેખાયો
ઉલ્લેખનીય છે કે દ્વારકા પદયાત્રાની આઠમી રાત્રે અનંતનો બાળ પ્રેમ દેખાયો હતો. જેમાં રસ્તામાં બાળક સાથે ઉભેલ પરિવારે અનંતનું અભિવાદન કર્યું હતુ. ત્યારે અનંતે બાળકને તેડી વ્હાલ કરી બંને હાથે ઝુલાવ્યું હતુ. બાળ ગોપાલના દાદીમાએ સો રૂપિયા આપી અનંતને વધાવ્યો હતો. તેમજ પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપી કહ્યું તમારે ઘરે બાળ ગોપાલ પધારશે.
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ સતત દસ દિવસની 115 કિ.મી.ની પદયાત્રા કરીને આજે દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા હતા. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ દરરોજ 10-12 કિ.મી.નું અંતર કાપતા હતા.
વિવિધ સમાજના આગેવાનોએ અનંત અંબાણીનું સ્વાગત સાથે સન્માન કર્યું
અનંત અંબાણીએ આજે તિથી મુજબ રામનવમીએ પોતાના જન્મ દિવસની ઉજવણી દ્વારકામાં કરી હતી. પદયાત્રાના છેલ્લા દિવસે અનંતની સાથે તેમની પત્ની અને માતા પણ જોડાયા હતા. જેમાં આજે સવારે અનંત અંબાણી 'ધીરુભાઇ અંબાણી માર્ગ' પરથી પસાર થઇને દ્વારકાધીશ મંદિર પરિસર નજીક આવેલા માતા ગોમતી નદીનું પૂજન કરી ભગવાન દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા હતા. તેમજ અનંતે મંગળા આરતીનો લાભ લીધો હતો. તેમજ શારદા પીઠમાં પૂજા-અર્ચના કરી હતી. અનંત અંબાણીએ દ્વારકામાં પ્રવેશ કરતાં 'ધીરુભાઇ અંબાણી માર્ગ' પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત દ્વારકાનગરના વિવિધ સમાજના આગેવાનોએ અનંત અંબાણીનું સ્વાગત સાથે સન્માન કર્યું હતું.
આ પણ વાંચો: Viral Video : ડેરિંગબાજ યુવાન ખૂંખાર ચિત્તાઓને આરામથી થાળીમાં આપી રહ્યો છે પાણી