Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: જામનગરના આંગણે અમેરિકી મહેમાન, ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ વનતારાની મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બૌલોસ ભારત પ્રવાસના ભાગરૂપે જામનગર પહોંચ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેઓ સીધા જામનગર એરપોર્ટથી રિલાયન્સના 'વનતારા' એનિમલ રિહેબિલિટેશન સેન્ટર જવા રવાના થયા હતા. અગાઉ ૨૦૨૪માં ઇવાન્કા ટ્રમ્પ પણ જામનગરની મુલાકાત લઈ ચૂક્યા છે, જે આ શહેરને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મહત્વનું બનાવે છે.
jamnagar  જામનગરના આંગણે અમેરિકી મહેમાન  ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ વનતારાની મુલાકાતે
Advertisement

Tiffany Trump in Jamnagar: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ તેમના પતિ માઈકલ બૌલોસ સાથે ભારતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન આજે તેઓ જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ટિફની ટ્રમ્પના આગમનને લઈને તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ, કાફલા સાથે તેઓ સીધા જામનગરના વિશ્વવિખ્યાત 'વનતારા' પ્રોજેક્ટની મુલાકાત લેવા માટે રવાના થયા છે. આ મુલાકાતને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક જોવા મળ્યું છે.

ભારત પ્રવાસની ભવ્ય સફર: આગ્રાથી જામનગર સુધી

ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બૌલોસ છેલ્લા કેટલાક દિવસોથી ભારતની મુલાકાતે છે. ગત શનિવારે, 30 મે, 2026 ના રોજ આ દંપતી આગ્રા ખાતે પ્રેમની નિશાની ગણાતા તાજમહેલની મુલાકાતે ગયું હતું. ત્યારબાદ રવિવારે તેમણે રાજસ્થાનના જેસલમેરની મુલાકાત લીધી હતી. ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસના વિવિધ પાસાઓને જાણ્યા બાદ હવે તેઓ જામનગરના વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર 'વનતારા'ના નિરીક્ષણ માટે અહીં આવ્યા છે.

Advertisement

Advertisement

જામનગરનું વૈશ્વિક આકર્ષણ

જામનગર શહેર હવે માત્ર ઔદ્યોગિક નગરી તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પ્રવાસન કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યું છે. આ અગાઉ વર્ષ ૨૦૨૪માં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પુત્રી ઇવાન્કા ટ્રમ્પ જામનગર આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ Jamnagar News: માનવતા શર્મસાર, અનાથ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું, ઘટના જાણી હચમચી જશો

Tags :
Advertisement

.

×