Anant Ambani : અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે, દરરોજ રાત્રે 15 થી 20 કિમી ચાલશે
- રિલાયન્સ ગ્રુપનાં અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે (Anant Ambani)
- જામનગર રિલાયન્સથી પદયાત્રા શરૂ કરીને દ્વારકા દર્શને પહોંચશે
- દરરોજ રાત્રિનાં 15 થી 20 કિલોમીટર ચાલીને દ્વારકા જશે
- આગામી 8 એપ્રિલનાં રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી સંભાવના
રિલાયન્સ ગ્રૂપના (Reliance Group) અનંત અંબાણી પગપાળા દ્વારકાધીશનાં દર્શન કરવા માટે જવાનાં છે. જામનગર રિલાયન્સથી (Jamnagar Reliance) પદયાત્રા કરીને દ્વારકા દર્શને પહોંચશે. અનંત અંબાણી (Anant Ambani) દરરોજ રાત્રિનાં 15 થી 20 કિમોમીટર ચાલીને દ્વારકા (Dwarka) જશે. આગામી 8 એપ્રિલનાં રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો - Sasangir : PM મોદીની Jungle Safari ની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં 18% થી વધુનો ઉછાળો
Reliance Group ના Anant Ambani ચાલીને જશે Dwarka દર્શને, Jamnagar Relianceથી પદયાત્રા કરીને દ્વારકા દર્શને પહોંચશે@reliancegroup @reliancejio #RelianceGroup #AnandAmbani #Dwarka #Jamnagar #Reliance #Padyatra #GujaratFirst pic.twitter.com/MaVg18D9yb
— Gujarat First (@GujaratFirst) March 27, 2025
દરરોજ રાત્રિનાં 15 થી 20 કિલોમીટર ચાલીને દ્વારકા જશે
દેશના ટોચનાં ઔદ્યોગિક ગ્રૂપ પૈકી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. જ્યારે પણ તક મળે ત્યારે અંબાણી પરિવારનાં સભ્યો દ્વારકાધીશનાં દર્શન કરવા માટે દ્વારકા આવતા હોય છે. ત્યારે હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં (Nita Ambani) નાના પુત્ર અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશનાં દર્શન કરવા જવાનાં છે. માહિતી અનુસાર, અનંત અંબાણી દરરોજ રાત્રિનાં સમયે 15 થી 20 કિલોમીટર સુધી ચાલીને દ્વારકા જશે.
આ પણ વાંચો - Kajal Hindustani : ભોળા હિન્દુઓને ફસાવીને ખ્રિસ્તી ધર્મ પાળવા મજબૂર કરાય છે..!
જામનગર રિલાયન્સથી પદયાત્રા શરૂ કરીને દ્વારકા દર્શને પહોંચશે
પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 8 એપ્રિલનાં રોજ અનંત અંબાણીનો (Anant Ambani) જન્મદિવસ છે. ત્યારે પોતાનો બર્થડે પણ અનંત અંબાણી દ્વારકામાં ઊજવશે તેવી સંભાવના છે. જણાવી દઈએ કે, અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત સાથે પદયાત્રા કરીને દ્વારકા (Dwarka) પહોંચશે. અનંત અંબાણી જામનગર રિલાયન્સથી પોતાની પદયાત્રાની શરૂઆત કરશે.
આ પણ વાંચો - Ahmedabad : ગુજરાત ફર્સ્ટ સાથે કોંગ્રેસ નેતા પવન ખેરાની ખાસ વાતચીત, કહ્યું- સાબરમતીના સંત કોંગ્રેસના મંચથી..!