ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગ્લોબલ હ્યુમન સોસાયટીએ Anant Ambani ને વન્યજીવન સંરક્ષણમાં નેતૃત્વ માટે 'Global Humanitarian Award' થી સન્માનિત કર્યા

ગ્લોબલ હ્યુમન સોસાયટીએ અનંત અંબાણીને પશુ કલ્યાણ માટે 'Global Humanitarian Award' થી સન્માનિત કર્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા અનંત અંબાણી સૌથી નાના અને પ્રથમ એશિયન છે. આ એવોર્ડ તેમને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન અને એનિમલ વેલ્ફેર માટે પ્રતિબદ્ધ નેતાઓની હાજરીમાં એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આપવામાં આવ્યો હતો. અનંત અંબાણીએ કહ્યું કે, પ્રાણીઓ આપણને સંતુલન, નમ્રતા અને વિશ્વાસ શીખવે છે.
07:15 PM Dec 09, 2025 IST | Vipul Sen
ગ્લોબલ હ્યુમન સોસાયટીએ અનંત અંબાણીને પશુ કલ્યાણ માટે 'Global Humanitarian Award' થી સન્માનિત કર્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા અનંત અંબાણી સૌથી નાના અને પ્રથમ એશિયન છે. આ એવોર્ડ તેમને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન અને એનિમલ વેલ્ફેર માટે પ્રતિબદ્ધ નેતાઓની હાજરીમાં એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આપવામાં આવ્યો હતો. અનંત અંબાણીએ કહ્યું કે, પ્રાણીઓ આપણને સંતુલન, નમ્રતા અને વિશ્વાસ શીખવે છે.
Anant Ambani_Gujarat_first
  1. વનતારાના સ્થાપક Anant Ambani એ મેળવી વધુ એક સિદ્ધિ
  2. અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમન સોસાયટીએ કર્યા સન્માનિત
  3. એનિમલ વેલફેર ક્ષેત્રે અનંત અંબાણીને અવોર્ડથી સન્માન અપાયું
  4. ગ્લોબલ હ્યુમનિટેરિયન એવોર્ડ મેળવનારા પ્રથમ એશિયન બન્યા
  5. વનતારાનું સ્થાપન, દીર્ઘદ્રષ્ટિ અને અભુતપૂર્વ પ્રયાસ માટે સન્માન

Washington DC : અમેરિકન હ્યુમન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ, ગ્લોબલ હ્યુમન સોસાયટી (Global Humane Society), જે યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી જૂની રાષ્ટ્રીય માનવીય સંસ્થા અને પ્રાણી કલ્યાણ માટેની સૌથી મોટી પ્રમાણપત્ર આપનારી સંસ્થા છે. તેના દ્વારા વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વંતારાનાં (Vantara) સ્થાપક અનંત અંબાણીને પશુ કલ્યાણ માટે 'Global Humanitarian Award' (વૈશ્વિક માનવતાવાદી પુરસ્કાર) થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા અનંત અંબાણી (Anant Ambani) સૌથી નાના અને પ્રથમ એશિયન છે. આ એવોર્ડ તેમને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન અને એનિમલ વેલ્ફેર માટે પ્રતિબદ્ધ નેતાઓની હાજરીમાં એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આપવામાં આવ્યો હતો.

પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રમાં આ એવોર્ડને વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ માન્યતાઓમાં ગણવામાં આવે છે. આ એવોર્ડ વનતારાની (Vantara) સ્થાપનામાં અનંત અંબાણીના નેતૃત્વને માન્યતા આપે છે, જે વિશ્વભરમાં સંવેદનશીલ પ્રજાતિઓના રક્ષણ માટે સતત પ્રયાસો અને સંરક્ષણ કાર્યક્રમો પૈકી એક છે. આ એવોર્ડ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમણે જીવનભર પ્રાણીઓ અને માનવજાત માટે વૈશ્વિક સ્તરે પરિવર્તન લાવ્યું છે.

ગ્લોબલ હ્યુમન સોસાયટીએ અંબાણીને તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વંતારાની સ્થાપના માટે પસંદ કર્યા છે, જે પ્રાણીઓ માટે એક સંરક્ષણ કેન્દ્ર છે, જેણે મોટાપાયે બચાવ પુનર્વસન અને પ્રજાતિ સંરક્ષણમાં શું શક્ય છે તે ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે. તેમનો કરુણામય જુસ્સો અને પ્રાણી કલ્યાણ પ્રત્યેનું અતૂટ સમર્પણ તેમને આ દિશામાં પહેલાના સન્માનિત લોકોના એક વિશિષ્ટ અંશ સાથે જોડે છે અને તેમનું કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વમાં સંરક્ષણનાં ભવિષ્યને આકાર આપી રહ્યું છે.

ગ્લોબલ હ્યુમન સોસાયટીનાં પ્રમુખ અને સીઈઓ ડૉ. રોબિન ગેન્ઝર્ટે (Dr. Robin Ganzert) જણાવ્યું હતું કે, ”વંતારાને ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડનું સન્માન મળવું એ ન માત્ર સંભાળમાં શ્રેષ્ઠતાને દર્શાવે છે પરંતુ, દરેક પ્રાણીને ગૌરવ, ઉપચાર અને આશા આપવા માટેના તેમના ઊંડા સમર્પણને પ્રતિબિંબિત કરે છે. અને આ વિચારધારાનો અનંત અંબાણી કરતાં કોઈ મોટો સમર્થક નથી, જેમના નેતૃત્વ એ કરુણા માટે એક નવું વૈશ્વિક ધોરણ સ્થાપિત કર્યું છે.” તેમણે આગળ કહ્યું કે, "વંતારા વિશ્વમાં ગમે ત્યાં પ્રાણી કલ્યાણ માટે સૌથી ખાસ કમિટમેન્ટમાંનું એક છે. તે ફક્ત રેસ્ક્યૂ સેન્ટર જ નથી, તે ઉપચારનું અભયારણ્ય છે. વંતારા પાછળની મહત્વાકાંક્ષા, સ્કેલ અને હૃદય એ મોર્ડન એનિમલ વેલફેર (Modern Animal Welfare) કેવું દેખાઈ શકે તે માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે."

આ પ્રસંગે વંતારાના સ્થાપક અનંત અંબાણીએ (Anant Ambani) કહ્યું કે, “હું આ સન્માન માટે ગ્લોબલ હ્યુમન સોસાયટીનો આભાર માનું છું. મારા માટે, તે એક હંમેશા સાથે રહેનાર સિદ્ધાંત, સર્વભૂતાહિત, એટલે કે બધા જીવોનાં કલ્યાણને ફરીથી સાબિત કરે છે. તેમણે કહ્યું કે, “પ્રાણીઓ આપણને સંતુલન, નમ્રતા અને વિશ્વાસ શીખવે છે. વંતારા દ્વારા, અમારો હેતુ દરેક જીવનને ગૌરવ, સંભાળ અને આશા આપવાનો છે, જે સેવાની ભાવનાથી સંચાલિત છે. સંરક્ષણ આવતીકાલ માટે નથી; તે એક સહિયારો ધર્મ છે, જેને આપણે આજે જાળવી રાખવો જોઈએ.”

નોંધનીય છે કે, વર્ષોથી, ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ ફક્ત થોડા જ લોકોને આપવામાં આવ્યો છે-જેમના હૃદય, નેતૃત્વ અને દૃઢ નિશ્ચયથી પ્રાણી કલ્યાણ અને સંરક્ષણના લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવામાં મદદ મળી છે. આ પહેલા સન્માનિત થનારાઓમાં શર્લી મેકલેન, જોન વેન અને બેટ્ટી વ્હાઇટ જેવા હોલીવુડના દિગ્ગજો, તેમ જ યુએસ રાષ્ટ્રપતિ વિલિયમ હોવર્ડ ટૈફ્ટ, જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ, જોન એફ કેનેડી અને બિલ ક્લિન્ટન સહિતનાં અગ્રણી રાજકીય નેતાઓ અને પ્રાણીઓ માટે કામ કરનારા વૈશ્વિક ચેમ્પિયનનો સમાવેશ થાય છે.

1877 માં સ્થપાયેલ અમેરિકન હ્યુમન સોસાયટી (Global Humane Society) લગભગ 150 વર્ષથી પ્રાણી કલ્યાણ માટે સમર્પિત છે અને માનવીય ચળવળમાં લગભગ દરેક મોટી પ્રગતિમાં મોખરે રહી છે. વર્ષ 2010 માં પ્રમુખ અને સીઈઓ તરીકે નિમણૂક થયા પછી, ડૉ. રોબિન ગેન્ઝર્ટે ઐતિહાસિક બિનનફાકારક સંસ્થામાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તનનું નેતૃત્વ કર્યું છે, જે નવીન, જીવન-પરિવર્તનશીલ અને જીવન-બચાવ કાર્યક્રમો દ્વારા વિશ્વભરના અબજો પ્રાણીઓનાં જીવન પર સીધી અસર કરે છે, જે પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં ઉચ્ચ ધોરણ સ્થાપિત કરે છે.

ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડ પ્રોગ્રામ્સ એ વિશ્વમાં ગમે ત્યાં પ્રાણી કલ્યાણમાં સૌથી સખ્ત, અર્થપૂર્ણ પ્રમાણપત્રોમાંના કેટલાક છે. ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડ બનવા માટે, વાંતારાએ એનિમલ વેલફેર, બિહેવિયરલ સાયન્સ, પશુચિકિત્સા, પ્રાણીશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના વિશ્વ-અગ્રણી નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલ એક વ્યાપક અને સ્વતંત્ર ઓડિટ પૂર્ણ કર્યું. આ પ્રક્રિયા પોષણ, પાણીની પહોંચ, સલામતી, સંવર્ધન અને સ્ટાફ તાલીમથી લઈને પ્રજાતિ-વિશિષ્ટ જરૂરિયાતો, પ્રકાશ, પર્યાવરણીય ગુણવત્તા, તબીબી સંભાળ અને કુદરતી વર્તન માટેની તકો સુધીના પ્રાણી કલ્યાણ સૂચકાંકોની વિશાળ શ્રેણીની તપાસ કરે છે.

આ પણ વાંચો - Gandhinagar: CM ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુરથી રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળાનો" કરાવશે શુભારંભ

વંતારાને (Vantara) અનોખું બનાવે છે તે એ છે કે તે એક્સ સીટુ કેર (પ્રાણીનાં નેચરલ હેબિટેટથી બહાર આપવામાં આવતી મદદ) ને ઇન સીટુ પ્રોટેક્શન (દેશી ઇકોસિસ્ટમમાં હાથ ધરવામાં આવતા પ્રયાસો) સાથે એકીકૃત કરે છે, જે વન્યજીવન સંરક્ષણ માટે લાંબા ગાળાના, વિજ્ઞાન-આધારિત માર્ગ બનાવે છે. તેનું કાર્ય જોખમમાં મુકાયેલી પ્રજાતિઓનું રક્ષણ કરવા, ઘટતી વસ્તીને પુનઃસ્થાપિત કરવા અને વિજ્ઞાન-આધારિત કાર્યક્રમોને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું છે, જે લુપ્તપ્રાય અને જંગલી પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં ફરીથી દાખલ કરવામાં સહાય કરે છે. સંશોધન, પુનઃસ્થાપન પહેલ અને સહયોગી સંરક્ષણ ભાગીદારી દ્વારા, વંતારનો ઉદ્દેશ્ય વૈશ્વિક જૈવવિવિધતામાં યોગદાન આપવાનો અને આવનારી પેઢીઓ માટે પ્રજાતિઓનાં અસ્તિત્વને સુરક્ષિત કરવામાં મદદ કરવાનો છે.

આ કાર્યક્રમમાં વૈશ્વિક વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો, જેમાં IUCN સ્પીશીઝ સર્વાઇવલ કમિશનનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. જોન પોલ રોડ્રિગ્ઝ; કોલોસલ બાયોસાયન્સના મુખ્ય એનિમલ ઓફિસર મેટ જેમ્સ; ઝૂ નોક્સવિલેના પ્રમુખ અને સીઈઓ વિલિયમ સ્ટ્રીટ; કોલંબસ ઝૂના પ્રમુખ અને સીઈઓ થોમસ શ્મિટ; બ્રુકફિલ્ડ ઝૂ શિકાગોના પ્રમુખ અને સીઈઓ ડૉ. માઈકલ એડકેસન અને ડોલ્ફિન કોમ્યુનિકેશન પ્રોજેક્ટનાં સ્થાપક અને ડિરેક્ટર કેથલીન ડડઝિન્સકીનો સમાવેશ થાય છે. ઉપરાંત, ઘણા જાણીતા ભારતીય સંરક્ષણ નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા, જેમાં ડૉ. નીલમ ખૈરે, ડૉ. વી.બી. પ્રકાશ અને ડૉ. કે.કે. શર્માનો સમાવેશ થાય છે, જેમના કાર્યએ ભારતમાં વાઈલ્ડ લાઈફ રિસર્ચ (Wildlife Research) અને સંરક્ષણને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો - Special discussion on Vande Mataram : રાજ્યસભામાં વંદે માતરમ પર વિશેષ ચર્ચા દરમિયાન જાણો શું કહી રહ્યા છે કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah

Tags :
American Humane SocietyAnant AmbaniAnimal welfareDr. Robin GanzertGlobal Humane SocietyGlobal Humanitarian AwardGUJARAT FIRST NEWSJamnagarModern Animal WelfareNational Humane OrganizationUSAVantaraVantara Wildlife Conservation CenterWashington DC
Next Article