Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anant Ambaniની 110 કિમી પદયાત્રા પૂર્ણ, બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા

Anant Ambani જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા પર છે. તેમણે સતત 9 સુધી ચાલીને 110 કિમીની યાત્રા પૂર્ણ કરી લીધી છે. Anant Ambani પોતાનો જન્મ દિવસ દ્વારકામાં ઉજવશે.
anant ambaniની 110 કિમી પદયાત્રા પૂર્ણ  બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા
Advertisement
  • Anant Ambaniએ પદયાત્રામાં 110 કિમી અંતર પૂર્ણ કર્યુ
  • આ પદયાત્રામાં ખુલ્લા પગે ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા
  • 8મી એપ્રિલે અનંત પોતાનો જન્મ દિવસ દ્વારકામાં ઉજવશે

Anant Ambani Padyatra: તા. 27 એપ્રિલથી મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ જામનગર રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. આ પદયાત્રામાં તેઓ 110 કિમીનું અંતર કાપી ચૂક્યા છે. તેમના દ્વારકા સુધીના માર્ગમાં સ્વાગત અને વિવિધ ઘટનાઓ લાઈમલાઈટમાં ચમકતી રહે છે. હવે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ આ યાત્રામાં જોડાયાના સમાચાર આવ્યા છે. અનંત અંબાણીની આ પદયાત્રા ચરકલા ગામથી આગળ પહોંચી ચૂકી છે. અનંત અંબાણી પોતાનો જન્મ દિવસ એટલે કે 8મી એપ્રિલ દ્વારકાધીશના દર્શન કરીને ઉજવવા માંગે છે.

બાબા બાગેશ્વરના Dhirendra Shastri જોડાયા

Anant Ambaniની જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા 110 કિમી સુધીની પૂર્ણ થઈ ચૂકી છે. અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન થતી ઘટનાઓ અને સ્વાગત અંગેની માહિતી વાયરલ થતી જાય છે. હવે આ પદયાત્રામાં બાબા બાગેશ્વર ધામના મહંત Dhirendra Shastri પણ જોડાયા છે. તેટલું જ નહી Dhirendra Shastriએ આ પદયાત્રામાં ઉઘાડા પગે ભાગ લીધો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, હિટવેવની આગાહીને પગલે સ્કૂલોને શિક્ષણ વિભાગે આપી સૂચના

Anant Ambaniની પ્રતિક્રિયા

જામનગર રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા સુધીની આ પદયાત્રામાં અત્યાર સુધી 110 કિમીનું અંતર પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. વળી દ્વારકા પહોંચ્યા બાદ તો આ પદયાત્રાની જોરદાર સ્વાગત કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ પદયાત્રામાં બાબા બાગેશ્વર ધામના મહંત Dhirendra Shastri પણ જોડાતા આ પદયાત્રા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ પદયાત્રા મુદ્દે અનંત અંબાણીની પ્રતિક્રિયા સામે આવી છે. Anant Ambaniએ જણાવ્યું છે કે, હું દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા જઈ રહ્યો છું, સહયોગ કરવા બદલ તમામને ખૂબ ખૂબ નમસ્કાર.

8 એપ્રિલે જન્મ દિવસની ઉજવણી દ્વારકામાં

તા. 8 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ છે. તેમણે પોતાનો જન્મ દિવસ આ વખતે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા ખાતે ઉજવવાનું નક્કી કર્યુ છે. અનંત અંબાણીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પદયાત્રા શરૂ કરી છે. તેમજ તેઓ આગામી બે દિવસમાં દ્વારકા ખાતે પહોંચશે. અનંત અંબાણી દ્વારા જામનગરની રિલાયન્સ ટાઉનશીપ ખાતેથી પદયાત્રા શરૂ કરી હતી. તેમજ અનંત અંબાણીનું પદયાત્રા દરમ્યાન અનેક જગ્યાએ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. Anant Ambani જિયો પ્લેયફોર્મ્સ લિ. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લી. રિલાયન્સ ન્યૂ એનર્જી લી અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી લિ. નાં બોર્ડ ડિરેક્ટર તરીકે છે. તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનનાં બોર્ડમાં પણ તેઓ હાલ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Dwarka : અનંત અંબાણીનાં સ્વાગત માટે દ્વારકા શારદાપીઠમાં બેઠક યોજાઈ, સ્વાગત માટેની તૈયારીઓ પૂર્ણ

Tags :
Advertisement

.

×