Delhi માં ગુંજશે Koli Samaj નો અવાજ, 21 જૂને ભવ્ય રાષ્ટ્રીય અધિવેશન
- અખિલ ભારતીય Koli Samaj ની ભાવનગરમાં બેઠક યોજાઇ
- દિલ્હીમાં 21 જૂને કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન
- અધિવેશનના આયોજન સંદર્ભે ભાવનગરમાં બેઠક યોજાઇ
Bhavganar Koli Samaj: આગામી તા. 21 જૂનના રોજ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium) ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન (National Convention) યોજાવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક સંમેલનના આયોજન અને પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભાવનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના રાષ્ટ્રીય પ્રમુખ વીરેન્દ્ર કશ્યપ (Virendra Kashyap) નું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંગઠન મજબૂતી અને શૈક્ષણિક ઉત્થાન પર ભાર
બેઠક દરમિયાન રાષ્ટ્રીય પ્રમુખ વીરેન્દ્ર કશ્યપે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજ એ દેશનું સૌથી જૂનું અને વિશાળ સંગઠન (Organization) છે. આ સંસ્થાનું ગૌરવ એ વાત પરથી જ સમજી શકાય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ બે વાર આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોળી સમાજના પ્રશ્નોને કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે અસરકારક રીતે રજૂ કરી તેનું નિરાકરણ લાવવાનો છે. ખાસ કરીને સમાજમાં શિક્ષણનું સ્તર વધે અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે તેમણે ભાર મૂક્યો હતો.
Koli Samaj ના ઉત્થાન માટે આહવાન
વીરેન્દ્ર કશ્યપે સમાજના ઉત્થાન માટે આહવાન કર્યું હતું કે કોળી સમાજમાંથી વધુમાં વધુ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો બને તે જરૂરી છે. દિલ્હીમાં યોજાનારા 12માં અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી 5,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. રાષ્ટ્રીય અધ્યક્ષે આશા વ્યક્ત કરી હતી કે આ સંમેલનમાં મહિલાઓની સંખ્યા રેકોર્ડબ્રેક રહે, જેથી સામાજિક પરિવર્તનનો પાયો મજબૂત કરી શકાય.
ગુજરાતમાં સુરક્ષાના મુદ્દે રજૂઆત
આ બેઠકમાં કોળી સમાજ પર થતા હુમલાઓ (Attacks) અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ કોળીએ ગુજરાતમાં વારંવાર કોળી સમાજના લોકો પર થતા હુમલાઓની ઘટનાઓ અંગે વીરેન્દ્ર કશ્યપનું ધ્યાન દોર્યું હતું અને આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની માંગ કરી હતી. આ બેઠકમાં મહિલા વિંગના રાષ્ટ્રીય મહામંત્રી રીટાબેન આલાણી, રાષ્ટ્રીય ઉપપ્રમુખ પ્રવિણભાઈ કોળી સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Chhotaudepur: તરસ છિપાવવા મહિલાઓનો કાળઝાળ ગરમીમાં રઝળપાટ, છતાં નસીબમાં માત્ર ગંદુ પાણી!


