Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

BJP Election Ticket: ભાજપમાં ટિકિટ માટે ભારે રેસ! જામનગર અને મોરબીમાં દાવેદારોની જામી ભીડ

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં જોરદાર ઉત્સુકતા જોવા મળી રહી છે. જામનગરથી લઈને મોરબી સુધી દાવેદારોનો રાફડો ફાટ્યો છે, જ્યાં એક-એક બેઠક માટે ઘણા ઉમેદવારો દાવેદારી નોંધાવી રહ્યા છે. વધતી સ્પર્ધા વચ્ચે હવે પાર્ટી માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવો એક મોટો રાજકીય પડકાર બની રહ્યો છે.
bjp election ticket  ભાજપમાં ટિકિટ માટે ભારે રેસ  જામનગર અને મોરબીમાં દાવેદારોની જામી ભીડ
Advertisement
  • BJP Election Ticket: ટિકિટ માટે તૂટી પડ્યા કાર્યકરો!
  • જામનગર-મોરબીમાં ભાજપમાં દાવેદારોનો ધસારો
  • જામનગરથી મોરબી સુધી ટિકિટ માટે રસાકસી
  • ચૂંટણી પહેલા ભાજપમાં ‘ટિકિટ વોર’, હજારો કાર્યકરો લાઈનમાં
  • ટિકિટ માટે તીવ્ર સ્પર્ધા, ભાજપ માટે પસંદગી બની માથાનો દુખાવો

BJP Election Ticket: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરો વચ્ચે ભારે ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી રહી છે. ખાસ કરીને જામનગર અને મોરબી જિલ્લામાં દાવેદારોની સંખ્યા એટલી વધી ગઈ છે કે એક-એક બેઠક માટે અનેક ઉમેદવારો મેદાનમાં ઉતરી આવ્યા છે. આ પરિસ્થિતિ પાર્ટી માટે એક તરફ શક્તિનું પ્રતિક છે તો બીજી તરફ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવી મોટો પડકાર બની રહી છે.

BJP Election Ticket 01_GUJARAT_FIRST

Advertisement

BJP Election Ticket:  જામનગર મહાનગરપાલિકા

જામનગર મહાનગરપાલિકામાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જામનગર મહાનગરપાલિકામાં એમ કહી શકાય કે, એક બેઠક માટે અનેક દાવેદારો સામે આવ્યા છે. અહીં 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ઉમેદવારોની દાવેદારી નોંધાઈ છે.

Advertisement

  • કુલ 64 બેઠકો માટે 583 દાવેદારો
  • સરેરાશ એક બેઠક પર 9થી વધુ દાવેદારો
  • વોર્ડ નંબર 7માં સૌથી વધુ 48 દાવેદારો
  • વોર્ડ નંબર 12માં સૌથી ઓછા માત્ર 5 દાવેદારો

આ પણ વાંચો----- Weather forecast: ચૈત્રમાં ચોમાસા જેવો માહોલ બગાડશે ખેતીનો ખેલ, 7 એપ્રિલે ફરી શરૂ થશે માવઠાનો રાઉન્ડ!

BJP Election Ticket: મોરબી જિલ્લો

તાલુકા અને નગરપાલિકામાં પણ ભારે રેસ જોવા મળી, છે. મોરબી જિલ્લામાં પણ ભાજપમાં ટિકિટ માટે જોરદાર દાવેદારી જોવા મળી રહી છે. મહાનગરપાલિકા ઉપરાંત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.

  • મોરબી મહાનગરપાલિકા
  • 52 બેઠકો માટે 427 દાવેદારો
  • તાલુકા પંચાયત મુજબ દાવેદારો
  • મોરબી તાલુકા પંચાયત (22 બેઠકો)- 55 દાવેદારો
  • ટંકારા તાલુકા પંચાયત (16 બેઠકો) - 40 દાવેદારો
  • હળવદ તાલુકા પંચાયત (20 બેઠકો) - 71 દાવેદારો
  • વાંકાનેર તાલુકા પંચાયત (24 બેઠકો) - 83 દાવેદારો
  • માળીયા તાલુકા પંચાયત (16 બેઠકો) - 47 દાવેદારો

જો નગરપાલિકાની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં વાંકાનેર, ટંકારા અને માળીયા નગરપાલિકા છે, આ ત્રણેય નગરપાલિકાની કુલ 78 બેઠકો છે, જેની સામે ભાજપમાંથી ટિકિટ માટે 161 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

કુલ પરિસ્થિતિ શું કહે છે?

  • બંને વિસ્તારોમાં ભાજપ માટે ટિકિટ વહેંચણી સૌથી મોટો પડકાર
  • વધારે દાવેદારોને કારણે આંતરિક અસંતોષની શક્યતા
  • પાર્ટી માટે સંતુલન જાળવવું અગત્યનું બનશે

આવનારી ચૂંટણી પહેલા ભાજપ માટે આ દાવેદારીની ભીડ એક તરફ શક્તિ દર્શાવે છે તો બીજી તરફ સંચાલન માટે મોટી કસોટી પણ બની શકે છે.

Ambalal Patel: એપ્રિલ મહિનામાં કરા સાથે માવઠું થશે, 15 તારીખથી ગરમી રેકોર્ડ તોડશેઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો----- Rajkot: ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી, રાજકોટના ઉમેદવારોના નામ પર આજે લાગશે મોહર!

 

Tags :
Advertisement

.

×