Jamnagar ન્યાયાલય સંકુલમાં બોમ્બ સ્ક્વોર્ડનું આકસ્મિક ચેકિંગ,વકીલો અને અરજદારોમાં મચી દોડધામ
Jamnagar: આજે વહેલી સવારે જામનગરની અદાલતની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે જ બોમ્બ સ્ક્વોર્ડ અને સ્નિફર ડોગની ટીમ અચાનક ત્રાટકતા કોર્ટ સંકુલમાં ભારે ઉત્તેજના અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સઘન નિરીક્ષણને પગલે એક સમયે અફરાતફરી મચી ગઈ હતી.
Advertisement
- Jamnagar ન્યાયાલયમાં બોમ્બ સ્ક્વોર્ડનું આકસ્મિક ચેકિંગ
- કોર્ટ ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોનું સઘન નિરીક્ષણ
- વકીલ લોબી સહિત વિવિધ સ્થળોએ કરાયું ચેકિંગ
- કોર્ટ કાર્યવાહી પહેલા બોમ્બ સ્ક્વોર્ડની કાર્યવાહીથી દોડધામ
- બોમ્બ સ્ક્વોડ દ્વારા રૂટિન ચેકિંગ હોવાનું સ્પષ્ટ કરાયું
Jamnagar: આજે વહેલી સવારે જામનગર (Jamnagar) ની અદાલતની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે જ બોમ્બ સ્ક્વોર્ડ અને સ્નિફર ડોગની ટીમ અચાનક ત્રાટકતા કોર્ટ સંકુલમાં ભારે ઉત્તેજના અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સઘન નિરીક્ષણને પગલે એક સમયે અફરાતફરી મચી ગઈ હતી, જોકે પાછળથી આ એક રૂટિન પ્રક્રિયા હોવાનું સ્પષ્ટ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

