Botad to Dwarka Padyatra: આંખે પાટા અને અતૂટ વિશ્વાસ, બોટાદના યુવકની અનોખી દ્વારકા સફર
- આંખે પાટા બાંધી ભક્તની 360 કિમીની કઠિન પદયાત્રા!
- બોટાદથી દ્વારકા સુધી સંજય પડેલિયાની અનોખી માનતા
- જીવનના કપરા સમયમાં દ્વારકાધીશ પાસે માની હતી બાધા
- પત્ની બની પથદર્શક, હાઈવે પર ડગલે ને ડગલે આપે છે સાથ
- જામનગર થઈ પદયાત્રીઓનો સંઘ હવે દ્વારકા ભણી રવાના
Botad to Dwarka Padyatra : ભક્તિમાં જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય થાય ત્યારે અશક્ય લાગતા કાર્યો પણ સહજ બની જાય છે. હાલ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ખાતે હોળી-ધૂળેટીના પર્વે આયોજિત 'ફુલડોલ ઉત્સવ' (Phuldol Utsav) માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ પદયાત્રીઓના પ્રવાહમાં બોટાદ (Botad) ના એક યુવાનની અનોખી ભક્તિ અને કઠિન માનતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. સંજય પડેલિયા (Sanjay Padeliya) નામનો આ કૃષ્ણભક્ત આંખે પાટા બાંધીને બોટાદથી દ્વારકા સુધીની 360 કિલોમીટરની કપરી પદયાત્રા (Padyatra) કરી રહ્યો છે.
Botad to Dwarka Padyatra : કષ્ટમય જીવનમાંથી મુક્તિની માનતા
આ અનોખી સફર પાછળ એક સંઘર્ષગાથા છુપાયેલી છે. મળતી માહિતી મુજબ, સંજય પડેલિયા અગાઉ આર્થિક અને સામાજિક રીતે અત્યંત કષ્ટમય જીવન પસાર કરી રહ્યો હતો. આ કપરા સમયમાં તેણે દ્વારકાધીશના જગત મંદિર (Jagat Mandir) ની માનતા માની હતી કે, "જો તેનું જીવન ફરી સુખમય બનશે અને મુશ્કેલીઓ દૂર થશે, તો તે આંખે પાટા બાંધીને પગપાળા દ્વારકા દર્શનાર્થે આવશે." કાળિયા ઠાકોરની કૃપાથી પરિસ્થિતિ સુધરતા, સંજય પોતાની આ અઘરી માનતા પૂર્ણ કરવા માટે રવાના થયો છે.
View this post on Instagram
પત્ની બની પથદર્શક
આ યાત્રાનું સૌથી સુંદર અને પ્રેરણાદાયી પાસું એ છે કે, સંજયની પત્ની આ આખી મુસાફરીમાં તેની ઢાલ અને પથદર્શક બનીને સાથે ચાલી રહી છે. આંખે પાટા હોવાને કારણે સંજય કશું જોઈ શકતો નથી, પરંતુ તેની પત્ની ડગલે ને ડગલે હાથ પકડીને તેને માર્ગ બતાવી રહી છે. આ દ્રશ્ય જોઈને હાઈવે પરથી પસાર થતા લોકો પણ આ દંપતીના અતૂટ વિશ્વાસને વંદન કરી રહ્યા છે.
જામનગરથી દ્વારકા ભણી પ્રયાણ:
રવિવારે સવારે સંજય અને તેનો સંઘ જામનગર (Jamnagar) જિલ્લામાં આવી પહોંચ્યો હતો. અત્યાર સુધીની સફર તેમણે અંદાજે 7 દિવસમાં પૂર્ણ કરી છે અને હવે બાકીનું અંતર કાપી આગામી 4 દિવસમાં તેઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે. આ પદયાત્રામાં તેમની સાથે અન્ય ભક્તો પણ જોડાયા છે, જેઓ 'જય દ્વારકાધીશ' ના નાદ સાથે માર્ગને ભક્તિમય બનાવી રહ્યા છે. વિજ્ઞાનના યુગમાં શ્રદ્ધાનો આ આલમ જોઈને સૌ કોઈ પ્રભાવિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Jamnagar: જૂની દુશ્મનાવટમાં યુવાન પર જીવલેણ હુમલો


