Jamnagar News: શાળામાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો, શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ
જામનગરની શાળા નંબર 19 માં શિક્ષક રામભાઈએ વિદ્યાર્થીને માર મારી જાતિગત અપમાન કરતા હોબાળો મચ્યો છે. સિટી સી ડિવિઝન પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. શાસનાધિકારીએ નિવેદનો નોંધી કસૂરવાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
Advertisement
Jamnagar: જામનગર મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારવાની એક ગંભીર ઘટના સામે આવી છે. જામનગરની શાળા નંબર 19 ના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે સિટી સી ડિવિઝન પોલીસ (City C Division Police) સ્ટેશનમાં સંબંધિત શિક્ષક રામભાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.

