Jamnagar : ઠગબાજો સામે લાલ આંખ! સાઇબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી
- Jamnagar માં સાઇબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી
- છેલ્લા ત્રણ મહિનામાં એક કરોડ જેટલી રકમ મુક્ત કરાવી
- સાઇબર ગઠિયાઓનાં કબ્જામાંથી માતબર રકમ મુક્ત કરાવી
- 60 જેટલા આસામીઓને રુપિયા પરત કરવામાં આવ્યા
Jamnagar : નાગરિકો સાથે છેતરપિંડી કરવા માટે સાઇબર ગઠિયાઓ ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ, ફ્રોડ કોલ, ડિજિટલ એરેસ્ટ (Digital Arrests) સહિતનાં અવનવા કીમિયો અપનાવતા હોય છે. ત્યારે, જામનગરમાં સાઇબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન ફ્રોડ સામે ઝુંબેશ શરૂ કરી આવા ગઠિયોને શોધી કાઢી ધરપકડ કરવા કામગીરી હાથ ધરી છે. જે હેઠળ જામનગર સાઇબર ક્રાઇમ (Cyber Crime Police) દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં સાઇબર ગઠિયાઓનાં કબ્જામાંથી એક કરોડ જેટલી માતબર રકમ મુક્ત કરાવી છે અને 60 જેટલા આસામીઓને તેમના રુપિયા પરત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં અચાનક હરાજી બંધ! ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જાણો કેમ ?
સાઇબર ગઠિયાઓનાં કબ્જામાંથી રૂ. 1.21 કરોડ જેટલી માતબર રકમ મુક્ત કરાવી
જામનગરમાં (Jamnagar) સાઇબર ક્રાઇમ પર અંકુશ મેળવવાની ઝૂંબેશ હેઠળ સાઇબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આ ઝુંબેશ હેઠળ છેલ્લા ત્રણ મહિનામાં સાઇબર ક્રાઇમ પોલીસે (Cyber Crime Police) સાઇબર ગઠિયાઓનાં કબ્જામાંથી એક કરોડ એકવીસ લાખ જેટલી માતબર રકમ મુક્ત કરાવી છે અને 60 જેટલા આસામીઓને તેમની રકમ પરત કરી છે. કોર્ટનાં હુકમ બાદ રકમ પરત મેળવી જે તે આસામીઓનાં બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. સાઇબર ગઠિયાઓ દ્વારા ઓનલાઇન બેન્કિંગ ફ્રોડનાં માધ્યમથી નાગરિકને શિકાર બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે કોર્ટમાં 6070 પાનાની ચાર્જશીટ દાખલ
Have you become a victim of cyber fraud? Call 1930 immediately! Be safe, be careful. 📷📷
Follow for more information! #CyberSafety #OnlineSecurity #StaySafe pic.twitter.com/gV4cjDMqrw— Cyber Crime Police Station Rajkot Range (@CCrajkotrange) March 3, 2025
'ડિજિટલ એરેસ્ટ' કરીને લોકોને છેતરવાનો કીમિયો
નોંધનીય છે, રાજ્યમાં સાઇબર ફ્રોડનાં કેસોમાં સતત વધારો થયો છે. સાઇબર ગઠિયાઓ નાગરિકોને ફ્રોડ કોલ કરી અથવા તો ઓનલાઇન લોભામણી લાલચ આપી કે પછી ડરાવી-ધમકાવીને છેતરપિંડી કરતા હોય છે. હાલનાં સમયમાં સાઇબર ગઠિયાઓ દ્વારા 'ડિજિટલ એરેસ્ટ' (Digital Arrests) કરીને પણ લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ વિભાગ અને સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજી નાગરિકોને સાઇબર ફ્રોડ અંગે જાગૃત રહેવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો - Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતના આ જીલ્લાઓમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી