Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar મનપા દ્વારા મણિયાર શેરીમાં 5 દુકાનોનું ડિમોલિશન, દબાણકર્તાઓમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાએ આજે વોર્ડ નંબર 12 ના પાંચહાટડી વિસ્તારની મણીયાર શેરીમાં પોલીસ બંદોબસ્ત સાથે 5 ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન કર્યું હતું. અગાઉ નોટિસ આપવા છતાં બાંધકામ ન હટાવાતા એસ્ટેટ શાખાએ તોડી પાડ્યું છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને આગામી સમયમાં ઝુંબેશ ચાલુ રહેશે.
jamnagar મનપા દ્વારા મણિયાર શેરીમાં 5 દુકાનોનું ડિમોલિશન  દબાણકર્તાઓમાં ફફડાટ
Advertisement
  • Jamnagar મનપા દ્વારા પાંચ દુકાનોનું ડિમોલિશન
  • દબાણકારોને કારણદર્શક નોટિસ અપાયા બાદ કાર્યવાહી
  • મણિયાર શેરીમાં ગેરકાયદે 5 દુકાનોને તોડી પાડવામાં આવી

Jamnagar: જામનગર મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદો અને આયોજનના ભાગરૂપે આજે શહેરના વોર્ડ નંબર 12 માં સમાવિષ્ટ  મણીયાર શેરી (Maniyar Sheri) વિસ્તારમાં મનપાની ટીમે પાંચ દુકાનો તોડી પાડી છે.  આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Jamnagar મનપાની નોટિસ છતાં બાંધકામ દૂર કરાયું ન હતુ

મળતી વિગતો અનુસાર મણીયાર શેરી (Maniyar Sheri) વિસ્તારમાં 5 જેટલી દુકાનોનું નિર્માણ કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી લીધા વિના કરવામાં આવ્યું હતું. જામનગર (Jamnagar) મનપાની એસ્ટેટ શાખા (Estate Department) દ્વારા આ દબાણકર્તાઓને અગાઉ કાયદેસરની 'કારણદર્શક નોટિસ' (Show Cause Notice) આપવામાં આવી હતી. જોકે, નોટિસની અવધિ પૂર્ણ થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે આ બાંધકામ દૂર કરવામાં આવ્યું નહોતું, જેના પરિણામે આજે કડક અમલીકરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

Jamnagar: પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી

આ ગીચ વિસ્તારમાં કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ (Police) બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખાના અધિકારીઓ અનવર ગજ્જણ (Anwar Gajjan) અને ધર્મેન્દ્રસિંહ (Dharmendrasinh) ની આગેવાનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ આ કામગીરી પાર પાડી હતી.  આ કડક પગલાથી દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ Jamnagar: હાપામાં મસાલા કંપનીમાં અગ્નિતાંડવ, કરોડોના સૂકા મરચા બળીને ખાખ!

Tags :
Advertisement

.

×