Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Devayat Khavad નો રમૂજી અંદાજ: 'હું આટલો હેન્ડસમ છું?, આજે તો લડી જ લેવું છે!'

Devayat Khavad Funny Moments: ધ્રોલ (Dhrol) માં આયોજિત લોક ડાયરામાં દેવાયત ખવડે (Devayat Khavad) રમૂજી અંદાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. રાત્રે ચશ્મા પહેરેલા ચાહક પર ટીખળ અને વૃદ્ધ ચાહક દ્વારા નજર ઉતારવા અપાયેલા લીંબુ પર ખવડે કરેલી રમુજને કારણે હાસ્યના ફુવારા છૂટ્યા હતા. કલાકારે પોતાની સુંદરતા પર કરેલી રમૂજથી માહોલ આનંદિત બની ગયો હતો.
devayat khavad નો રમૂજી અંદાજ   હું આટલો હેન્ડસમ છું   આજે તો લડી જ લેવું છે
Advertisement

ધ્રોલના લોક ડાયરામાં Devayat Khavad નો રમૂજી અંદાજ
રાતે ચશ્માં પહેરેલા ચાહકને જોઈ કલાકાર ખવડ અટકી ગયા
વૃદ્ધ ચાહકે નજર ન લાગે તે માટે લીંબુ આપ્યું
હું કેટલો હેન્ડસમ છું તે હવે ખબર પડી: દેવાયત ખવડ
ચાલુ ડાયરામાં હાસ્યના ફુવારા છૂટતા શ્રોતાઓ થયા આનંદિત

Devayat Khavad Dhrol Dayro: જામનગર જિલ્લાના ધ્રોલ (Dhrol) ખાતે હાલમાં જ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી રહ્યા હતા. ડાયરો જામ્યો હતો અને શ્રોતાઓ ભક્તિ તેમજ શૌર્ય રસમાં ડૂબેલા હતા, ત્યારે અચાનક એક એવી ઘટના બની કે આખો માહોલ હાસ્યમાં ફેરવાઈ ગયો હતો.

Advertisement

'ચશ્મા જોઈને તો એવું લાગે છે કે આજે આજે તો લડી જ લેવું છે!'

દેવાયત ખવડ (Devayat Khavad) સ્ટેજ પરથી પ્રસ્તુતિ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સામે બેઠેલા એક ચાહક પર પડી, જેમણે રાત્રિના સમયે પણ આંખો પર કાળા ચશ્મા પહેર્યા હતા. આ જોઈને ખવડ અટકી ગયા અને માઇક પર રમૂજ કરતા કહ્યું કે, "ચશ્મા જોઈને તો એવું લાગે છે કે આજે જંગે ચડવું છે અને લડી જ લેવું છે!" આ સાંભળતા જ ઉપસ્થિત મેદનીમાં હાસ્યના ફુવારા છૂટ્યા હતા.

Advertisement

હું કેટલો હેન્ડસમ છું તે મને આજે ખબર પડી- Devayat Khavad

આ દરમિયાન એક વૃદ્ધ ચાહક સ્ટેજ પાસે આવ્યા હતા. તેમણે કલાકાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા દેવાયત ખવડને નજર ન લાગે તે માટે એક લીંબુ (Lemon) ભેટમાં આપ્યું હતું. આ અનોખી ભેટ સ્વીકારતા ખવડે હસતા હસતા વળતો જવાબ આપ્યો કે, "હું કેટલો હેન્ડસમ (Handsome) છું તે મને આજે ખબર પડી, એટલે જ બાપા મને નજર ન લાગે તે માટે લીંબુ આપી ગયા છે." આ હળવી પળોએ ડાયરામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

લોકોએ આ રમૂજને મન ભરીને માણી

સામાન્ય રીતે દેવાયત ખવડ (Devayat Khavad) તેમના ખમીરવંતા ડાયરા અને ગરવા ગીતો માટે જાણીતા છે, પરંતુ ધ્રોલ (Dhrol) ની આ ઘટનાએ સાબિત કર્યું કે તેઓ હાસ્ય પીરસવામાં પણ એટલા જ માહિર છે. કાર્યક્રમમાં હાજર લોકોએ આ રમૂજને મન ભરીને માણી હતી. સોશિયલ મીડિયા પર પણ આ કિસ્સાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં કલાકાર અને ચાહકો વચ્ચેનો નિર્વ્યાજ પ્રેમ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Devayat Khawad અને Bhagvantsingh Chauhan વચ્ચે સમાધાન, જાણો શું થયું હતુ?

Tags :
Advertisement

.

×