ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડોલરીયો ડાયરો...જામનગરમાં રાજભા ગઢવીને ડોલરનો હાર પહેરાવાયો

ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો તમે ઘણી વાર સાંભળ્યું હશે...હવે તો ડોલર પણ વરસે છે. આવી જ એક ઘટના જામનગરમાં ડાયરા દરમિયાન બની છે. રાજભા ગઢવીને ગળામાં ડોલરીયો હાર પહેરાવાયો છે. વાંચો વિગતવાર.
08:31 PM Apr 09, 2025 IST | Hardik Prajapati
ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો તમે ઘણી વાર સાંભળ્યું હશે...હવે તો ડોલર પણ વરસે છે. આવી જ એક ઘટના જામનગરમાં ડાયરા દરમિયાન બની છે. રાજભા ગઢવીને ગળામાં ડોલરીયો હાર પહેરાવાયો છે. વાંચો વિગતવાર.
Rajbha Gadhvi,Jamnagar, Dollar, Gujarat First,

Jamnagar: રાજભા ગઢવીના ડાયરામાં શ્રોતાઓએ નોટોનો વરસાદ વરસાવ્યો છે. આ ડાયરો જામનગરમાં શ્રીમદ ભગવદ સપ્તાહના આયોજન સંદર્ભે યોજાયો હતો. જેમાં રાજભા ગઢવીએ લોકસાહિત્યની સુંદર રજૂઆતો કરી હતી. આ રજૂઆતોથી શ્રોતાઓ ઝુમી ઉઠ્યા હતા. તેમણે રાજભા ગઢવીને ડોલરથી બનેલો હાર પહેરાવીને તેમનું સન્માન કર્યુ હતું.  જામનગર ના નવા નાગના ગામે દાના ડાડાના સ્થાને શ્રીમદ ભગવદ્ સપ્તાહના આયોજન દરમિયાન થયો ડોલરનો વરસાદ. લોક સાહિત્યકાર રાજભા ગઢવીને ડોલરીયો હાર પહેરાવાયો હતો.

આ પણ વાંચોઃ  Surat : અહો આશ્ચર્યમ્..! પાણી પીધા બાદ એક સાથે 50 થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી

ડોલરીયો હાર

જામનગરમાં નવા નાગના ગામે દાના ડાડાએ શ્રીમદ્ ભગવદ્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં એક કાર્યક્રમ રાજભા ગઢવીના ડાયરાનો પણ હતો. રાજભાએ લોકસાહિત્યની કરેલ સુંદર રજૂઆતોથી શ્રોતાઓ ઝુમી ઉઠ્યા હતા. શ્રોતાઓએ નોટોનો વરસાદ તો વરસાવ્યો જ પરંતુ તેની સાથે રાજભા ગઢવીને ડોલરીયો હાર પહેરાવીને કમાલ કરી દીધી. આકાર્યક્રમમાં ગામના આગેવાનો, ધાર્મિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

સતવારા સમાજના આગેવાનોએ કર્યો ડોલરનો વરસાદ

જામનગરના નવા નાગના ગામે દાના ડાડાએ શ્રીમદ્ ભગવદ્ સપ્તાહ દરમિયાન રાજભાના ડાયરામાં અમેરિકન ચલણ ડોલરનો વરસાદ થયો હતો. આ ડોલરનો વરસાદ સતવારા સમાજના આગેવાનોએ કર્યો હતો. ગુજરાતના વિખ્યાત લોક સાહિત્યકાર રાજભાના ગળામાં ડોલરીયો હાર પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ  ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?

અહેવાલઃ નથુ આહીર

Tags :
American Currency RainCultural EventDana DadaDollarDollar NecklaceFolk LiteratureFolk WriterGarlanding with DollarsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati LiteratureHonoring Rajbha GadhviJamnagarNava Naga Villagerajbha gadhviSatwara SamajShrimad Bhagavad SaptahaTraditional Celebrations
Next Article