Live Video: Shivrajpur Beach પર મોતનો પવન: રાઈડો કાગળની જેમ હવામાં ઉડી!
Gujarat Weather: દ્વારકાના (Dwarka) જાણીતા શિવરાજપુર બીચ (Shivrajpur Beach) પર અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન ફૂંકાયો હતો. આ કુદરતી આફતમાં બીચ પરની રાઈડો હવામાં ઉડી હતી અને પ્રવાસીઓમાં ભારે નાસભાગ (Stampede-like situation) મચી હતી. આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે.
Advertisement
- Shivrajpur Beach પર સહેલાણીઓમાં નાસભાગ મચી
- દ્વારકાના શિવરાજપુર બીચ પર ભારે તારાજી સર્જાઇ
- વાતાવરણમાં અચાનક પલટો થતા ભારે પવન ફુકાયો
- શિવરાજપુર બીચ પર સહેલાણીઓમાં નાસભાગ મચી
- શિવરાજપુર બીચ પર ભારે પવન ફુંકાતા રાઇડો ઉડી
- સહેલાણીઓમાં નાસભાગનો વીડિયો વાયરલ થયો
Shivrajpur Beach : દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના પ્રખ્યાત શિવરાજપુર બીચ (Shivrajpur Beach) પર પ્રવાસીઓ માટે રજાનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો. સામાન્ય દિવસની જેમ સહેલાણીઓ દરિયાકિનારે મોજ માણી રહ્યા હતા, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો (Sudden Weather Change) આવ્યો હતો. જોતજોતામાં આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું અને દરિયાકાંઠે અત્યંત તીવ્ર ગતિએ પવન ફૂંકાવા લાગ્યો હતો. પવનની ગતિ એટલી વધારે હતી કે લોકો પોતાની જગ્યાએ ઊભા રહી શકતા નહોતા.

