Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jamnagar: ફેક રોકાણ એપ્લિકેશનથી છેતરપિંડી કરી!, પૈસા વિડ્રો ન થતાં...!

Jamnagar ના એક નાગરિક સાથે રુ. 28 લાખની સાઇબર છેતરપિંડીનો કેસ ઉકેલાયો છે. સાઇબર પોલીસે નકલી રોકાણ એપ્લિકેશન બનાવીને લાલચ આપવાના ગુનામાં સુરત ખાતેથી મુખ્ય આરોપી રાહુલ વસાણીની ધરપકડ કરી છે. રોકાણના પૈસા વિડ્રો ન થતાં ભોગ બનનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
jamnagar  ફેક રોકાણ એપ્લિકેશનથી છેતરપિંડી કરી   પૈસા વિડ્રો ન થતાં
Advertisement
  • Jamnagar માં રુ. 28 લાખની સાઇબર છેતરપિંડીનો ગુનો ઉકેલાયો
  • સાઇબર પોલીસે સુરત ખાતેથી મુખ્ય આરોપી રાહુલ વસાણીની ધરપકડ કરી
  •  ફેક ટ્રેડિંગ એપ્લિકેશન દ્વારા મોટા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું 
  • લાખોના રોકાણ બાદ ફરિયાદી પૈસા પાછા ન ખેંચી શકતા ફરિયાદ નોંધાવી હતી
  • પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા

Jamnagar Cyber Fraud  Case:જામનગરના એક વ્યક્તિ સાથે રુ. 28 લાખની મોટી રકમની સાઇબર છેતરપિંડીના કેસમાં જામનગર સાઇબર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખીને સુરત ખાતેથી મુખ્ય આરોપી પૈકીના એક શખ્સ રાહુલ વસાણી (Rahul Vasani) ની ધરપકડ કરી છે.  ફેક એપ્લિકેશન (Fake app) દ્વારા રોકાણ કરાવી  ફરિયાદી પાસે લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા.

 ફેક ટ્રેડિંગ એપ્લિકેશનથી મોટી છેતરપીંડી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર (Jamnagar) ના ફરિયાદીને આરોપીઓ દ્વારા બનાવવામાં આવેલી એક ફેક ટ્રેડિંગ એપ્લિકેશન મારફતે ખૂબ ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં નાના રોકાણ દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લેવાયા હતા અને ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી પાસેથી તબક્કાવાર કુલ રુ. 28 લાખનું રોકાણ કરાવ્યું હતું. આ રોકાણ બાદ જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા પાછા ખેંચવાની (વિડ્રો) કોશિશ કરી, ત્યારે તેઓ તેમાં નિષ્ફળ રહ્યા હતા. તેમને અનુભવાયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, અને આથી તેમણે તાત્કાલિક જામનગર સાઇબર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Surat માં છૂપાયેલા આરોપીને દબોચ્યો

Jamnagar_cyber_fraud_gujarat_first

ફરિયાદ મળતાં જ સાઇબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. લાંબી અને સઘન તપાસના અંતે પોલીસને આરોપી સુરત ખાતે છુપાયેલો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે જામનગર સાઇબર પોલીસ (Jamnagar Cyber ​​Police) ની એક ટીમે સુરત ખાતે દરોડો પાડીને આરોપી રાહુલ વસાણીની ધરપકડ કરી હતી.

બે દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસ રાહુલ વસાણીને સુરતથી જામનગર લઈ આવી હતી. અહીં તેને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને તપાસમાં વધુ વિગતો મેળવવાના હેતુથી આરોપી રાહુલ વસાણીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચોઃ Jamnagar: SJ સિન્ડ્રોમથી દેખાતું બંધ થઈ ગયું!, જીજી હોસ્પિટલે યુવતીને આ રીતે બચાવી લીધી!

આ પણ વાંચોઃ Ahmedabad: સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ, તપાસનો ધમધમાટ

Tags :
Advertisement

.

×