Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jamnagar: રોડ કિનારે ટાયર બદલતા હતા, પાછળથી આવી બોલેરોએ મારી ટક્કર, ત્રણ યુવાનોના મોત

Jamnagar: જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. આ દુખદ ઘટના લાલપુરના સણોસરી ગામ પાસે મોડી રાત્રે બની હતી, જેમાં વન વિસ્તારમાં વાહનનું પંચર પડવાથી ટાયર બદલી રહેલા યુવાનોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું.  
jamnagar  રોડ કિનારે ટાયર બદલતા હતા  પાછળથી આવી બોલેરોએ મારી ટક્કર  ત્રણ યુવાનોના મોત
Advertisement
  • જામનગરના (Jamnagar) લાલપુરમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત
  • લાલપુરના સણોસરી પાસે મોડી રાત્રે થયો અકસ્માત
  • ટાયર બદલાવી રહેલા ત્રણ યુવાનોને પાછળથી બોલેરોએ ટક્કર મારી
  • ટક્કર મારતા ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત
  • એક યુવાનને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો
  • મૃતક બે યુવાનો લાલપુર પાસેના ખાયડી ગામના રહેવાસી

Jamnagar: જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. આ દુખદ ઘટના લાલપુરના સણોસરી ગામ પાસે મોડી રાત્રે બની હતી, જેમાં વન વિસ્તારમાં વાહનનું પંચર પડવાથી ટાયર બદલી રહેલા યુવાનોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું.

jamnagar accident- Gujarat first

Advertisement

Jamnagar ના લાલપુરમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત

મળતી માહિતી અનુસાર, ચાર યુવાનો કોઈ વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. વન વિસ્તારમાં વાહનનું ટાયર પંચર થતાં તેઓ રોડ કિનારે ઊભા રહીને ટાયર બદલવાનું કામ કરી રહ્યા હતા. ત્રણ યુવાનો ટાયર બદલવામાં વ્યસ્ત હતા, જ્યારે એક યુવાન વાહનમાં બેઠો હતો. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી બોલેરો ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી દીધી.ટક્કરની અસર એટલી ભયાનક હતી કે ટાયર બદલી રહેલા ત્રણેય યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં. વાહનમાં બેઠેલા એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.મૃતકોમાંથી બે યુવાનો લાલપુર પાસેના ખાયડી ગામના રહેવાસી છે.

Advertisement

jamnagar accident- Gujarat first

અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું

અકસ્માતના સમાચાર મળતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા અને મોતનું કારણ બનવા માટે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ અકસ્માતથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. રાત્રિના સમયે હાઈવે પર આવા અકસ્માતો વધી રહ્યા છે, જે રોડ સેફ્ટી અને વાહનચાલકોની જાગરૂકતા પર સવાલ ઉભા કરે છે.

 આ પણ વાંચો: Narmada: ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે

Tags :
Advertisement

.

×