Jamnagar ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત, 3નાં મોત 2 ગંભીર ઇજાગ્રસ્ત
- લતીપર અને ગોકુળપુર ગામ વચ્ચે કાર પલ્ટી
- કાર ગુલાંટ મારી ખાડામાં ખાબકી હતી
- અકસ્માતની જાણ થતા ધ્રોલ પોલીસ ઘટના સ્થળે
Jamnagar ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં રાજ્ય ધોરી માર્ગ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. લતીપર અને ગોકુળપુર ગામ વચ્ચે મોડી રાત્રે કાર પલ્ટી મારી જતા ભયંકર અકસ્માત થયો છે. ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે તથા અન્ય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતા ધ્રોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
બે લોકોને અતિગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને અતિગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ
જામનગર અને રાજકોટના પાંચ મિત્રો GJ-36-AC-4957 નંબરની એક વરના કાર લઇને લતીપર ખાતે એક લગ્ન સમારંભમાં આવ્યા હતાં. જ્યાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોકુળપુર નજીક કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ કાર ગુલાંટ મારીને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર અનિયંત્રિત થઈને પલટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે.
મૃતકોના નામ:
1) રીસીભાઇ મુકેશભાઈ ચભાડીયા પટેલ રે, લતીપર ગામ, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર
2) ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા દરબાર રહે, જામનગર શિવ નગર, શેરી નંબર 4, ઉદ્યોગ નગર, શંકર ટેકરી ડાંગરવાડા, જામનગર
3) વિવેકભાઈ દિનેશભાઈ પરમાર રે, જામનગર, શ્રીજી હોલ પાસે
આ પણ વાંચો: Gujarati યુવક અમેરિકામાં FBIના લિસ્ટમાં વોન્ટેડ, 2.50 લાખ ડોલર ઈનામની જાહેરાત