ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : યુવાનની હત્યામાં ચોંકાવનારો ખુલાસો! પિતા-પુત્રે મળી ખૂની ખેલ ખેલ્યો!

સીટી સી-ડિવિઝન પોલીસે (City C-Division Police) બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
11:51 PM Sep 01, 2025 IST | Vipul Sen
સીટી સી-ડિવિઝન પોલીસે (City C-Division Police) બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Jamnagar_Gujarat_first
  1. Jamnagar માં થયેલ યુવાનની હત્યાનો મામલો
  2. પિતા-પુત્રે યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી
  3. આરોપીએ પુત્ર સાથે મળી સાઢુભાઈનું જ ઢીમ ઢાળી દીધું હતું
  4. મૃતકની પત્ની રિસામણે બેસી હોવાનાં મનદુઃખને લઈ હત્યા કરી!

Jamnagar : જામનગરમાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે. આરોપી પિતાએ પુત્રે સાથે મળી સંબંધમાં સાઢુભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. મૃતકની પત્ની રિસામણે બેસી હોવાનાં મનદુઃખને લઈ હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ મામલે સીટી સી-ડિવિઝન પોલીસે (City C-Division Police) બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh : પોતાનાં ટેકેદારો AAP માં જોડાયા અંગે જવાહર ચાવડાએ કહી આ વાત

Jamnagar માં પિતા-પુત્રે યુવાનની કરપીણ હત્યા નિપજાવી

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરનાં (Jamnagar) સીટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના બની હતી. જે અંગે પોલીસે તપાસ કરી હત્યા કરનારા પિતા-પુત્રની ધરપકડ કરી છે. મૃતક રોહિતભાઈ અને સંબંધનમાં સાઢુભાઈ અને આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. દરમિયાન, મૃતકનાં પત્ની રિસામણે બેસી હોવાનું મનદુઃખ રાખીને આરોપી નરેશભાઈએ તેનાં પુત્ર સુજલ પરમાર સાથે મળી રોહિતભાઈ સાથે ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો - Ambaji ભાદરવી મહાકુંભમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

મૃતકની પત્ની રિસામણે બેસી હોવાનાં મનદુઃખને લઈ હત્યા કરી!

આરોપી પિતા-પુત્રે રોહિતભાઈ પર છરી વડે હુમલો કરતા રોહિતભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે સીટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (City C-Division Police) ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરીને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સંબંધમાં સાઢુભાઈનું જ ઢીમ ઢાળી દેતા આરોપી પિતા-પુત્ર હવે જેલ હવાલે થયા છે. પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પણ વકી છે.

આ પણ વાંચો - Surat Mill Fire : પલસાણામાં કાપડ મિલમાં ડ્રમ ફાટતા વિકરાળ આગ ભભૂકી ઊઠી, 2 કામદાર લાપતા

Tags :
City C-Division PoliceGUJARAT FIRST NEWSJamnagarJamnagar Crime Newsmurder caseTop Gujarati News
Next Article