ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જામનગરમાં પ્રથમ સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાનો શુભારંભ, બાળકો માટે આશીર્વાદ

જામનગર મનપાએ શહેરમાં પ્રથમ સરકારી ઈંગ્લિશ મીડિયમ શાળા શરૂ કરી, જેમાં LKGથી ધોરણ 2 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ શાળામાં સ્માર્ટ ટીવી, આધુનિક લાઈબ્રેરી, રમત-ગમતનું મેદાન અને અદ્યતન લેબોરેટરી જેવી સુવિધાઓ છે, જે ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપશે.
03:00 PM Jun 10, 2025 IST | Hardik Shah
જામનગર મનપાએ શહેરમાં પ્રથમ સરકારી ઈંગ્લિશ મીડિયમ શાળા શરૂ કરી, જેમાં LKGથી ધોરણ 2 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ શાળામાં સ્માર્ટ ટીવી, આધુનિક લાઈબ્રેરી, રમત-ગમતનું મેદાન અને અદ્યતન લેબોરેટરી જેવી સુવિધાઓ છે, જે ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપશે.
Jamnagar Government English Medium School

Jamnagar : જામનગરમાં પ્રથમ સરકારી ઈંગ્લિશ મીડિયમ શાળા (The first government English medium school) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનપાએ પ્રથમ ઈંગ્લિશ મીડિયમ શાળા (The first English medium school) ખુલ્લી મૂકી છે. આ શાળામાં હાલમાં LKGથી ધોરણ 2 સુધીનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મનપાએ સામાન્ય ફીમાં ઈંગ્લિશ મીડિયમ શાળા (English medium school) શરૂ કરી છે. શાળાના તમામ વર્ગ ખંડમાં સ્માર્ટ ટીવી (Smart TVs) લગાવવામાં આવ્યાં છે. શાળામાં આધુનિક લાઈબ્રેરી તેમજ રંગબેરગી ચિત્ર પણ લગાવવામાં આવ્યાં છે.

વાલીઓને એડમિશન લેવા મનપાની અપીલ

આજકાલ શિક્ષણ ખુબ જ મોંઘુદાટ બની ગયું છે, ત્યારે ખાનગી સ્કુલોની ધરખમ ફીને કારણે ગરીબોના બાળકો અંગ્રેજી મીડીયમમાં કેવી રીતે અભ્યાસ કરે. લોકો વિચારી પણ ન શકે કે છોકરો તેજસ્વી હોય તો પણ અભ્યાસ કરાવવો, પરંતુ જામનગરમાં પ્રથમ વખત કોર્પોરેશને પ્રથમ નવી અંગ્રેજી મીડીયમ શાળા શરૂ કરી છે. જેનાથી ગરીબ વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની ફી ભર્યા વગર શિક્ષણ પ્રાપ્ત થઇ શકશે.ત્યારે આવા વાલીઓને એડમિશન લેવા મનપાએ અપીલ કરી છે.

રાજ્ય સરકારની બે નવી ઈંગ્લિશ મીડિયમ શાળા ખોલવાની મંજૂરી

રાજય સરકારે જામનગરમાં તા.31 મેના રોજ બે નવી અંગ્રેજી અને બે નવી ગુજરાતી મીડીયમ સ્કુલ શરૂ કરવા મંજુરી આપી દીધી છે. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેશન સંચાલીત અંગ્રેજી મીડીયમ સ્કુલમાં વિનામૂલ્યે શિક્ષણ મળશે, એટલું જ નહીં આ સ્કુલમાં અદ્યતન સુવિધા છે, રમત-ગમતનું મેદાન, અદ્યતન લેબોરેટરી અને આગામી દિવસોમાં મઘ્યાહન ભોજન પણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :  Ahmedabad: શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, રાજ્યના જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો

Tags :
Affordable English EducationFirst Government English Medium SchoolFree Education in JamnagarFree English Medium EducationGovernment Education InitiativeGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHardik ShahJamnagarJamnagar English Medium SchoolJamnagar NewsLKG to Class 2 AdmissionModern Library in SchoolMunicipal English Medium SchoolPublic English School JamnagarSchool Admission AppealSmart Classroom EducationSmart Education InfrastructureSmart TVs in ClassroomsThe first government English medium schoolUrban Education Development
Next Article