Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Election 2026 : દિગુભા અને વિક્રમ માડમની વ્યૂહરચના, વિપક્ષના પૂર્વ કોર્પોરેટરને પક્ષમાં લાવ્યા!

Jamnagar Election 2026 : જામનગરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણી (Jamnagar Municipal Corporation Election) પૂર્વે રાજકીય ગણિતો બદલાવાના શરૂ થઈ ગયા છે. શહેરમાં પક્ષપલટાની મોસમ ખીલી હોય તેમ જામનગર મનપાના પૂર્વ કોર્પોરેટરે બસપા (BSP) છોડીને કોંગ્રેસ (Congress) સાથે હાથ મિલાવ્યા છે.
jamnagar election 2026   દિગુભા અને વિક્રમ માડમની વ્યૂહરચના  વિપક્ષના પૂર્વ કોર્પોરેટરને પક્ષમાં લાવ્યા
Advertisement
  • જામનગર મનપાની ચૂંટણી (Jamnagar Municipal Corporation Election) પૂર્વે પક્ષ પલટાની મોસમ શરૂ
  • બસપા (BSP) ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખે (Furkan Shekh) પકડ્યો કોંગ્રેસનો હાથ
  • વિક્રમ માડમ (Vikram Maadam) ની ઉપસ્થિતિમાં ફુરકાન શેખે ધારણ કર્યો ખેસ
  • વોર્ડ નંબર 6માં ફુરકાન શેખ (Furkan Shekh)  બસપામાંથી ચૂંટાઈ આવ્યા હતા

Jamnagar Election 2026 : જામનગરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણી (Jamnagar Municipal Corporation Election) પૂર્વે રાજકીય ગણિતો બદલાવાના શરૂ થઈ ગયા છે. શહેરમાં પક્ષપલટાની મોસમ ખીલી હોય તેમ જામનગર મનપાના પૂર્વ કોર્પોરેટરે બસપા (BSP) છોડીને કોંગ્રેસ (Congress) સાથે હાથ મિલાવ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે.

જામનગર (Jamnagar) મનપાની ચૂંટણી પૂર્વે પક્ષ પલટાની મોસમ શરૂ

જામનગર (Jamnagar) મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વોર્ડ નંબર 6 (Ward No. 6) માંથી બસપાની ટિકિટ પર ચૂંટાઈ આવેલા પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખે (Furkan Shekh) બસપા સાથેનો છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

જામનગરના રાજકીય સમીકરણો બદલતા દિગુભા અને વિક્રમ માડમ

જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય (Congress Office) ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ (Vikram Maadam) અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા (Digubha Jadeja) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ અગ્રણી નેતાઓના હસ્તે ફુરકાન શેખે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

Advertisement

મનપાની ચૂંટણી પૂર્વે જામનગર કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા

ઉલ્લેખનીય છે કે, ફુરકાન શેખ અગાઉ બસપામાંથી ચૂંટણી લડીને કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. હવે ચૂંટણી પૂર્વે જ તેમણે પક્ષ બદલતા વોર્ડ નંબર 6 અને તેની આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસની પકડ વધુ મજબૂત બને તેવી શક્યતા સેવાઈ રહી છે. જામનગર મનપા (Jamnagar Municipal Corporation) ની આગામી ચૂંટણીમાં આ પક્ષપલટો કેટલો નિર્ણાયક સાબિત થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો:  Kheda : શું છે પુનાદરા જમીન વિવાદ? જેમાં કોંગ્રેસના નેતાની ધરપકડ થઈ

Tags :
Advertisement

.

×