Jamnagar માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બે દિવસીય મુલાકાત, વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરની બે દિવસીય મુલાકાતે છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની આ મુલાકાત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. તેઓ ખેડૂતો સાથે સંવાદ કરશે, સ્ટોલનું લોકાર્પણ કરશે અને ખાટલા પરિષદ દ્વારા જનજાગૃતિ ફેલાવશે. આ ઉપરાંત, પર્યાવરણીય જાળવણી માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.
Advertisement
Governor Acharya Devvrat in Jamnagar: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની બે દિવસીય જામનગર (Jamnagar) મુલાકાત માટે શહેરના એરપોર્ટ (Airport) પર આવી પહોંચ્યા હતા. રાજ્યપાલનું આગમન થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપીને સલામી આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શહેરના મેયર અને ધારાસભ્ય રીવાબા જાડેજા (Rivaba Jadeja) સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજ્યપાલનું સ્વાગત કર્યું હતુ.

