Gram Sevak Protest: ગ્રામસેવક મહામંડળનું આંદોલન જાહેર, કામગીરીના વધતા ભારથી થતી હાલાકી અંગે રજૂઆત
ગુજરાતના ગ્રામ્ય વહીવટ સાથે જોડાયેલા કર્મચારીઓમાં લાંબા સમયથી ચાલી રહેલી નારાજગી હવે આંદોલનના તબક્કે પહોંચી છે. પડતર પ્રશ્નો ઉપરાંત કામગીરીના વધતા ભારને લઈને મહામંડળે અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે.
Advertisement
Gujarat Gram Sevak Protest: ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ (Gujarat Gram Sevak Mahamandal) દ્વારા પડતર પ્રશ્નો અને અનાવશ્યક કામગીરીના વિરોધમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી વિવિધ મુદ્દાઓના નિરાકરણ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા હવે ગ્રામસેવકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

