Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસે તપાસ હાથ ધરી
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર જગાવી છે. 60 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા સિટી સી ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે.
Advertisement
Jamnagar Murder: જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં 60 વર્ષીય વૃદ્ધની ગળું કાપીને કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી.પ્રાથમિક માહિતી મુજબ, શંકર ટેકરી વિસ્તારમાં વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ગળાના ભાગે ગંભીર ઈજા હોવાનું સામે આવતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સિટી સી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

