Gujarat Local Body Election 2026: ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી વળતાં ક્યાંક રાજીનામા તો ક્યાંક વિરોધ
- ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election) પૂર્વે BJP માં ભડકો
- રાજીનામા અને પક્ષપલટાના દ્રશ્યો આવ્યા સામે
- નર્મદામાં પૂર્વ મંત્રીના સલાહકારે ભાજપને આપ્યું રાજીનામું
- મહીસાગરમાં બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે પક્ષ છોડ્યો
- પોરબંદરમાં અરભમ કારાવદરા આખી પેનલ સાથે 'આપ' માં જોડાશે
- જામનગરના જડીબેનની અનોખી રાજકીય પલટી
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ટિકિટ વહેંચણીને લઈ રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપ (BJP) માં બળવો, રાજીનામા અને પક્ષપલટાના જે દ્રશ્યો સામે આવ્યા છે.
મહીસાગર BJP માં ટિકિટ વહેંચણી બાદ મોટું ગાબડું પડ્યું
મહીસાગર (Mahisagar) જિલ્લા ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના (Bakshipanch Morcha) ઉપપ્રમુખ રણજિતસિંહ બારીયાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું (Resignation) આપી દીધું છે. વર્ષોથી સક્રિય અને ભૂતકાળમાં સરપંચ રહી ચુકેલા રણજિતસિંહે આરોપ લગાવ્યો છે કે પક્ષમાં કાર્યકરોની સતત અવગણના (Negligence) થઈ રહી છે અને મૂળ સિદ્ધાંતો નેવે મુકાયા છે. સોશિયલ મીડિયા પર રાજીનામું મૂકી તેમણે વિરોધ નોંધાવ્યો છે.
નર્મદામાં આદિવાસી સમાજને અન્યાયના મુદ્દે વિરોધ
નર્મદા (Narmada) જિલ્લામાં પૂર્વ મંત્રી દર્શનાબેન દેશમુખના રાજકીય સલાહકાર (Political Advisor) સુરેશ વસાવાએ રાજીનામું આપીને સનસનાટી મચાવી છે. નાંદોદ તાલુકાની પોઇચા બેઠક પર આદિવાસી સમાજની જગ્યાએ અન્ય સમાજની વ્યક્તિને ટિકિટ અપાતા તેઓ નારાજ થયા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આદિવાસી સમાજની દીકરી કે જેણે અન્ય સમાજમાં લગ્ન કર્યા છે તેને ટિકિટ આપી સમાજને અન્યાય કરવામાં આવ્યો છે.
જામનગર ભાજપના પૂર્વ દંડક જડીબેન થયા નારાજ
ટિકિટ કપાતા ભાજપ છોડી બીએસપીમાં સામેલ થયા
બીએસપીનો ખેસ પહેર્યાના 3 કલાકમાં ફરી પલટો
3 કલાકમાં જડીબેને ફરી ભાજપનો ખેસ ધારણ કર્યો
મંત્રી રિવાબા સાથે ફોટો પાડી વિવાદનો અંત
જામનગર ભાજપમાં ડ્રામા બાદ જડીબેનની ઘરવાપસી થઈ#Jamnagar… pic.twitter.com/uBOQQuflbG— Gujarat First (@GujaratFirst) April 11, 2026
જામનગરમાં 3 કલાકનો 'હાઈવોલ્ટેજ' પોલિટિકલ ડ્રામા
જામનગરમાં (Jamnagar) ભારે રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ દંડક (Whip) જડીબેન ટિકિટ ન મળતા નારાજ થઈને બહુજન સમાજવાદી પાર્ટીમાં (BSP) જોડાયા હતા. જોકે, આ પક્ષપલટો માત્ર 3 કલાક જ ટક્યો હતો. ભાજપના નેતાઓના મનામણાં બાદ જડીબેને ફરી કેસરીયો ધારણ કર્યો અને મંત્રી રિવાબા જાડેજા (Rivaba Jadeja) સાથે ફોટો શેર કરીને વિવાદનો અંત આણી 'ઘરવાપસી' (Homecoming) કરી હતી.
પોરબંદર ભાજપમાં ટિકિટ ન મળતા ભારે નારાજગી
આગેવાન અરભમ કારાવદરાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું
વર્ષ 2012થી ભાજપ સાથે જોડાયેલા હતા આગેવાન
વોર્ડ 3માં અરભમ કારાવદરા ભાજપને આપશે ટક્કર#Porbandar #PorbandarPolitics #GujaratLocalBodyElection2026 #BJP #PoliticalResignation #ArbhamKaravdara… pic.twitter.com/evCmawu63s— Gujarat First (@GujaratFirst) April 11, 2026
પોરબંદરમાં ભાજપના આગેવાન હવે 'આપ' ના શરણે
પોરબંદરમાં (Porbandar) વર્ષ 2012થી ભાજપ સાથે જોડાયેલા મજબૂત આગેવાન અરભમ કારાવદરાએ પક્ષને રામ-રામ કહી દીધા છે. વોર્ડ નંબર 3 માં ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે. હવે તેઓ પોતાની આખી પેનલ (Panel) સાથે આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાઈને ભાજપ સામે જ જંગે ચડશે, જેનાથી પોરબંદરમાં નવા સમીકરણો સર્જાયા છે.
આ પણ વાંચો: જાણીતા ગુજરાતી સિંગર Rajal Bambhaniya બન્યા ભાજપના ઉમેદવાર, કયા વોર્ડમાંથી નોંધાવશે ઉમેદવારી?


