Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Unseasonal Rain: એક તરફ દિવાળીનો તહેવાર અને બીજી બાજુ માવઠાનો માર, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી કમોસમી વરસાદ

Gujarat માં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાજકોટના જામકંડોરણા, ઉપલેટા, મહેસાણાના વિજાપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા અને અમરેલીમાં વરસાદ નોંધાયો છે. મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાન થયું છે. ગોંડલમાં પવનથી ફટાકડાના સ્ટોલને નુકસાન પહોંચ્યું છે. અમરેલીમાં વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ થયો હતો. માવઠાની આગાહીને પગલે જામનગરનું હાપા માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
gujarat unseasonal rain  એક તરફ દિવાળીનો તહેવાર અને બીજી બાજુ માવઠાનો માર  સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી કમોસમી વરસાદ
Advertisement

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં ઓક્ટોબરના અંતિમ દિવસોમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ખેતરોમાં તૈયાર મગફળી અને કપાસ જેવા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતમાં મૂકાઈ ગયા છે. બીજી તરફ ગોંડલમાં ભારે પવનથી ફટાકડાના સ્ટોલને નુકસાન પહોંચ્યું છે, જ્યારે અમરેલીના ખાંભા નજીક વૃક્ષ ધરાશાયી થતાં સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. માવઠાની આગાહીને પગલે જામનગરનું હાપા માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×