લાલા આહીર કેસમાં નવો વળાંક, મેદાને આવ્યા Hamir Baradi
Nitin Jani controversy: આહીર સમાજના અગ્રણી હમીર બારાડીએ (Hamir Baradi) યુવાન લાલા આહીર (Lala Ahir) પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે હુમલો કરનાર ગમે તે હોય, તેને છોડવામાં નહીં આવે. જો આમાં નીતિન જાનીની (Nitin Jani) સંડોવણી હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાકીય લડત લડવામાં આવશે.
Advertisement
- લાલા આહિર પર થયેલ હુમલાની ઘટનાને Hamir Baradi એ વખોડી
- હમીર બારાડી હુમલો કનાર સામે પહેલા ઉભો રહેશે
- નીતિન જાની આ ઘટનામાં હશે તો છોડવામાં નહિ આવે
- આહિર સમાજના દિકરા પર હુમલો કરશે એને છોડવામાં નહિ આવે
- કાયદાકીય સક્ષમ છીએ અને અમે લડવાના છીએ: હમીર બારાડી
- અમારા સમાજના દિકરા પર હુમલો સહન નહિ કરીએ: બારાડી
Hamir Baradi statement: તાજેતરમાં સામાજિક કાર્યકર અને આહીર સમાજના યુવાન લાલા આહીર (Lala Ahir) પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે. આ હિંસક ઘટનાને પગલે આહીર સમાજના અગ્રણી હમીર બારાડી (Hamir Baradi) મેદાને આવ્યા છે અને તેમણે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. હમીર બારાડીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમારા સમાજના દીકરા પર થયેલો આ હુમલો જરા પણ સહન કરવામાં આવશે નહીં.

