ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : દેહવ્યાપારના વેપલા માટે આરોપીએ અપનાવ્યો એવો કીમિયો, જાણી ચોંકી જશો

પોલીસે આરોપી સહિત યુવતીઓ, ગ્રાહકની ધરપકડ કરી ટેમ્પો ટ્રાવેલર સહિત કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
12:13 AM Apr 02, 2025 IST | Vipul Sen
પોલીસે આરોપી સહિત યુવતીઓ, ગ્રાહકની ધરપકડ કરી ટેમ્પો ટ્રાવેલર સહિત કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Jamnagar_Gujarat_first 2
  1. Jamnagar માં ટેમ્પો ટ્રાવેલર બસમાં ચાલતું દેહવ્યાપાર ઝડપાયું
  2. નિવૃત્ત પોલીસકર્મીના પુત્રે દેહવ્યાપાર ચલાવવા નવતર પદ્ધતિ અપનાવી
  3. બસમાં ગોઠવી એસી-પલંગની સુવિધા, 15 લાખની સંપત્તિ જપ્ત
  4. રાજસ્થાનનાં જોધપુરથી બોલાવેલી યુવતી અને ગ્રાહક ઝડપાયા

જામનગરમાં (Jamnagar) એક નિવૃત્ત પોલીસકર્મીનાં પુત્રની અચરજ પમાડે એવી કરતૂત સામે આવી છે. આરોપી ટેમ્પો ટ્રાવેલર બસમાં દેહવ્યાપાર ચલાવતો હતો. સરકારી જમીન પર ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરીને રાજસ્થાનથી (Rajasthan) યુવતીઓ બોલાવીને દેહવ્યાપાર ચાલવતો હતો. આ માટે આરોપીએ બસમાં AC -પલંગની સુવિધા પણ ઊભી કરી હતી. પોલીસે આરોપી સહિત યુવતીઓ, ગ્રાહકની ધરપકડ કરી ટેમ્પો ટ્રાવેલર સહિત કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક શખ્સ હાલ ફરાર છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત ફર્સ્ટ દ્વારા હાથ ધરાયું રિયાલીટી ચેક, વાંચ ગામે ફટાકડાની ફેક્ટરીમાં ગંભીર બેદરકારી સામે આવી

સરકારી જમીન પર પાર્ક ટેમ્પો ટ્રાવેલર બસમાં AC-પલંગની સુવિધા

જામનગરમાંથી (Jamnagar) ટેમ્પો ટ્રાવેલર બસમાં ચાલતું દેહવ્યાપાર ઝડપાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર આ દેહવ્યાપારનું સંચાલન કરતો હતો. આરોપીએ સરકારી જમીન પર ટેમ્પો ટ્રાવેલર બસ પાર્ક કરી હતી, જેમાં એસી-પલંગની સુવિધા હતી. આ મામલે, જાણ થતાં જામનગર પોલીસે કાર્યવાહી કરી દરોડા પાડ્યા હતા અને સમગ્ર મામલે આરોપી અશોકસિંહ ઝાલાની ધરપકડ કરી છે. સાથે જ ચાર મોબાઈલ, ટેમ્પો સહિત 15 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ છે.

આ પણ વાંચો - Surat : ઉધારમાં સિગારેટ નહીં આપી તો શખ્સે પાન સેન્ટરનાં માલિક પર ફેંક્યું એસિડ, થયા આવા હાલ

દેહવ્યાપાર ચલાવવાનાં આરોપ હેઠળ અગાઉ પણ થઈ હતી ધરપકડ

માહિતી અનુસાર, આ કાર્યવાહીમાં પોલીસે રાજસ્થાનનાં (Rajasthan) જોધપુરથી બોલાવેલી યુવતી અને ગ્રાહકની પણ ધરપકડ કરી છે. સમગ્ર કાંડમાં દ્વારકાનો (Dwarka) દિલીપ નામનો શખ્સ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ પણ દેહવ્યાપારનાં કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. અગાઉ પોતાના ઘરમાં દેહવ્યાપાર ચલાવવાનાં આરોપ હેઠળ ધરપકડ થઈ હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : બ્રહ્મ સિદ્ધને પામો તો પણ ભગવાન કૃષ્ણના દાસ છો : SP સ્વામી

Tags :
Ashoksinh ZalaCrime NewsDwarkaGUJARAT FIRST NEWSJamnagarJamnagar PoliceTempo Traveler BusTop Gujarati News
Next Article