Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: હોમગાર્ડ જવાનનો જીવ લેનાર કારચલાક સામે નોંધાયો ગુનો

Jamnagar-Kalavad હાઈવે પર ITI પાસે 16 ડિસેમ્બરની રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જામનગર તરફથી આવતી બેફામ કારે એક્ટિવા સવાર 35 વર્ષીય હોમગાર્ડ જવાન ગિરીશ પરમારને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. કાલાવડ ટાઉન પોલીસે કાર ચાલક વિરુદ્ધ BNS હેઠળ ગુનો નોંધી, કારના નંબરના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
jamnagar  હોમગાર્ડ જવાનનો જીવ લેનાર કારચલાક સામે નોંધાયો ગુનો
Advertisement
  • Jamnagar: કાલાવડ-જામનગર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના
  • હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે મોત થયું
  • પુરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા અડફેટે લેતા અકસ્માત
  •   એક્ટિવા ચાલક હોમગાર્ડ જવાન ગિરીશ પરમારનું મોત
  • કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો
  • પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

Jamnagar:સૌરાષ્ટ્રના માર્ગો પર અકસ્માતની વણઝાર યથાવત છે, ત્યારે જામનગર-કાલાવડ હાઈવે (Jamnagar-Kalawad Highway) પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 16 ડિસેમ્બરની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક હોમગાર્ડ જવાને (Home Guard jawan) પોતાનો જીવ ગુમાવ્યો હતો. બેફામ ઝડપે આવતી કારે એક્ટિવા સવાર જવાનને એવી જોરદાર ટક્કર મારી હતી કે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કાલાવાડ પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×