Jamnagar : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ Vantara ના મહેમાન બન્યા
- ક્રિકેટર વનતારાની ટૂંકી મુલાકાતે પહોંચ્યા
- રાજકોટ એરપોર્ટ પર પહોંચીને બાયરોડ જામનગર પહોંચ્યા
- હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહીકા શર્મા જોડે નજરે પડ્યો
Jamnagar : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ જામનગરના મહેમાન બન્યા છે. પોતાના પરફોર્મન્સથી હંમેશા ચર્ચામાં રહેતો હાર્દિક પંડ્યા, તેની ગર્લફ્રેન્ડ માહીકા શર્મા અને હિટમેન રોહિત શર્મા રાજકોટ એરપોર્ટ પર જતા નજરે પડ્યા છે. ત્યાર બાદ તમામ રોડ મારફતે વનતારા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. વનતારામાં તેમણે ટૂંકુ રોકાણ કર્યું હતું, અને ત્યાર બાદ તેઓ પરત જવા રવાના થઇ ગયા હતા.
એરપોર્ટ પર જોવા મળ્યા
ભારતીય ક્રિકેટ ટીમ હાલ આગામી ODI ની તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા, તેની ગર્લફ્રેન્ડ માહીકા શર્મા અને હિટમેન રોહિત શર્મા રાજકોટ એરપોર્ટ પર જોવા મળ્યા છે. હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ જોડે કોઝી વાઇબ્સ આપતા જોવા મળ્યા હતા, જ્યારે રોહિત શર્મા સ્લીપરમાં કુલ લુક સાથે નજરે પડ્યા હતા. તમામ જોડે એક ફોટો ક્લિક કરવા માટે રીતસરની પડાપડી થતી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા જામનગરના મહેમાન
હાર્દિક પંડ્યા રાજકોટથી બાય રોડ વનતારા પહોંચ્યા
ભારતીય ક્રિકેટરો ટૂંકું રોકાણ કરી પરત જવા રવાના
હાર્દિક એરપોર્ટ પર તેની ગર્લ ફ્રેન્ડ સાથે સ્પોટ થયો
હિટમેન રોહિત શર્મા સ્લીપરમાં દેખાયા@hardikpandya7 @ImRo45 #HardikPandya… pic.twitter.com/gG6halsKy1— Gujarat First (@GujaratFirst) January 4, 2026
વનતારા બાય રોડ પહોંચ્યો
હાર્દિક પંડ્યા, તેની ગર્લફ્રેન્ડ માહીકા શર્મા અને હિટમેન રોહિત શર્મા રાજકોટથી રોડ મારફતે જામનગર વનતારામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટૂંકુ રોકાણ કર્યું હતું, ત્યાર બાદ તેઓ પરત ફર્યા હતા. હાર્દિક પંડ્યા રાજકોટથી વનતારા બાય રોડ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વનતારાના કારણે જામનગર સેલિબ્રિટી સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે.
આ પણ વાંચો ------- T20 World Cup : બાંગ્લાદેશની ટીમ ભારતમાં રમવા નહીં આવે


