શું Jamnagar ના બ્રાસ ઉદ્યોગમાં આવશે મંદી? જાણો ઈરાન-સાઉદી સંઘર્ષની ગંભીર અસરો વિશે
- ઈરાન-સાઉદી યુદ્ધ (Iran-Saudi conflict) ની જામનગર (Jamnagar) ના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર
- વિશ્વના 90% પિત્તળના ઉત્પાદન હબ જામનગર (Jamnagar) માં સંકટના એંધાણ
- દૈનિક 700 ટન બ્રાસ સ્ક્રેપની આયાત પર વાગશે બ્રેક
- દરિયાઈ રૂટ સ્થગિત થતા કાચા માલની અછત સર્જાવવાની ભીતિ
- રેડ સી અને ગલ્ફ ઓફ એડેન માર્ગ બંધ થતા પરિવહન ઠપ
Jamnagar Brass Industry Crisis : વિશ્વના 'બ્રાસ સિટી' તરીકે ઓળખાતા જામનગર (Jamnagar) ના પિત્તળ ઉદ્યોગ (Brass Industry) પર હાલમાં ચિંતાના વાદળો છવાયા છે. ઈરાન દ્વારા સાઉદી અરેબિયા (Saudi Arabia) અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવી રહેલા હુમલાઓને (Geopolitical Conflict) પગલે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દરિયાઈ માર્ગો પર વધતા જોખમને કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગને કાચા માલની અછત અને નિકાસમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈરાન-સાઉદી સંઘર્ષ (Iran-Saudi conflict) ને કારણે જામનગર (Jamnagar) બ્રાસ ઉદ્યોગ પર સંકટ
જામનગર (Jamnagar)નો બ્રાસ ઉદ્યોગ (Brass Industry) મુખ્યત્વે ગલ્ફ અને યુરોપિયન દેશોમાંથી આવતા ભંગાર (Brass Scrap) પર નિર્ભર છે. દરરોજ અંદાજે 700 ટન જેટલો સ્ક્રેપ જામનગરના બંદરો પર ઉતરે છે. જોકે, વર્તમાન તણાવને કારણે દરિયાઈ રૂટ સ્થગિત (Sea Route Suspended) થતા શિપ-પરિવહન સંપૂર્ણપણે બંધ જેવી સ્થિતિમાં છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે, તો કારખાનાઓમાં ઉત્પાદન પ્રક્રિયા અટકી શકે છે.
આ પણ વાંચો : Jamnagar રિલાયન્સ રિફાઇનરીમાં આતંકવાદી હુમલો? જાણો શું છે હકીકત!
લોજિસ્ટિક્સ અને નિકાસના પડકારો
જામનગરની બ્રાસ પ્રોડક્ટ્સ વિશ્વભરમાં લોકપ્રિય છે. પિત્તળની વસ્તુઓનો મુખ્ય માર્ગ વાયા દુબઈ થઈને **ગલ્ફ ઓફ એડેન (Gulf of Aden) અને રેડ સી (Red Sea) મારફતે વૈશ્વિક બજારો સુધી પહોંચે છે. જામનગર ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ પટેલે જણાવ્યું કે, "દુનિયાભરમાં વપરાતી 90% પિત્તળની વસ્તુઓનું ઉત્પાદન જામનગરમાં થાય છે. જો યુદ્ધ લાંબુ ચાલશે, તો આયાત-નિકાસ પ્રક્રિયા સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડશે."
આ પણ વાંચો : Mehsana માં FISS ની મીટિંગમાં મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ, બજાર પર કેવી થશે અસર ?


