Jamnagar: તમે જે પાણી પીવો છો તે શુદ્ધ છે? જામનગરના આ બે પ્લાન્ટમાં મળી ગંદકી!
- Dirty water in Jamnagar: વિસ્તારોમાં ફૂડ વિભાગનું ચેકિંગ
- પાણીજન્ય બીમારી વકરતા મહાનગરપાલિકાની કાર્યવાહી
- મિનરલ વોટર અને આઇસ ઉત્પાદક-વિક્રેતાઓને ત્યાં ચેકિંગ
Dirty Water in Jamnagar:હાલમાં બદલાતા વાતાવરણ અને વધતા જતા પાણીજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) ના ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના સંભવિત રોગચાળાવાળા વિસ્તારોમાં મિનરલ વોટર અને આઇસ ફેક્ટરીઓ પર ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન શહેરના બે નામી એકમોમાં ગંભીર બેદરકારી સામે આવતા તંત્રએ કડક હાથે કામ લીધું છે.
આરોગ્ય વિભાગના દરોડા
છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પાણીજન્ય બીમારીઓના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. જેને પગલે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ફૂડ શાખા સક્રિય થઈ છે. તપાસ દરમિયાન અશોક આઇસ ફેક્ટરી (Ashok Ice Factory) અને ભૂલચંદ એન્ડ કંપની (Bhullachand & Company) ખાતે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. આ એકમોમાં મિનરલ વોટર અને બરફના ઉત્પાદન પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ DJ બંધ તો શું હવે દારૂ ગાળવાનો? Thakor Samaj ના નવા બંધારણ મુદ્દે વિવાદ વકર્યો!
Dirty water in Jamnagar: પાણીમાં ઇ. કોલાઇ' બેક્ટેરિયા!
ચોંકાવનારી બાબત એ છે કે, લેબોરેટરીમાં મોકલવામાં આવેલા પાણીના નમૂનાઓમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા 'ઇ. કોલાઇ' (E. coli) બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ બેક્ટેરિયાની હાજરી સૂચવે છે કે પાણી પ્રદૂષિત છે અને તે ગંભીર બીમારીઓ જેવી કે ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ ફેલાવી શકે છે. તપાસ દરમિયાન એકમોમાં ભારે ગંદકી અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું પણ સપાટી પર આવ્યું હતું.
Dirty water in Jamnagar: પાણીનું વેચાણ બંધ!
ગંભીર ક્ષતિઓ અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાંને જોતા, ફૂડ વિભાગે તાત્કાલિક અસરથી આ બંને એકમોમાં પાણીનું વેચાણ બંધ કરવાના આદેશ આપ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સ્વચ્છતાના માપદંડો પૂર્ણ કરવામાં નહીં આવે અને પાણીના રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી આ એકમો કાર્યરત થઈ શકશે નહીં. આ કાર્યવાહીથી અન્ય વિક્રેતાઓ અને ઉત્પાદકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર મહાનગરપાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ બહારનું પાણી કે બરફ વાપરતા પહેલા સાવચેતી રાખે. આગામી દિવસોમાં આ ચેકિંગ ઝુંબેશ હજુ પણ તેજ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ Jamnagar Accident: જાયવા ગામ પાસે કાળમુખો અકસ્માત, કાર ચાલક યુવાનનું કરુણ મોત


