Jamganar: ભેળસેળિયા દૂધનો કારોબાર પકડાતાં ખળભળાટ, 7150 લીટર શંકાસ્પદ દૂધ જપ્ત
Jamganar: કાલાવડના હરિપર ગામે રાજકોટ રેન્જ ટીમે ભેળસેળિયા દૂધના શંકાસ્પદ કારોબાર સામે કાર્યવાહી કરી છ દૂધ ધંધાર્થીઓને ઝડપી લીધા છે. દરોડામાં 7150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર મળ્યું હતું. ફૂડ સેફ્ટી ટીમે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે.
Advertisement
Jamganar: જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરિપર ગામે ભેળસેળિયા દૂધના કારોબાર સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ ટીમે બાતમીના આધારે છ શંકાસ્પદ દૂધ ધંધાર્થીઓના ઠેકાણે દરોડા પાડતા દૂધના જથ્થા સાથે વનસ્પતિ ઘી અને દૂધ પાવડરનો જથ્થો પણ મળી આવ્યો હતો.

