Heart Attack: લાઈવ મોતની ઘટના! Jamnagar માં યુવક વાતો કરતા કરતા ઢળી પડ્યો, જુઓ CCTV
- Jamnagar માં 30 વર્ષિય યુવકનું Heart Attack થી મોત
- રામેશ્વનગરમાં રહેતા યુવકને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો
- ઓટલા પર બેઠેલો યુવક અચાનક ઢળી પડ્યો
- હાર્ટ એટેકની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
- યુવકોમાં હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક વધારો
Jamnagar Heart Attack: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની વયના યુવાનોમાં હાર્ટ એટેકનું (Heart Attack) પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવી જ એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના જામનગર (Jamnagar) શહેરના રામેશ્વરનગર (Rameshwar Nagar) વિસ્તારમાં બની છે. અહીં માત્ર 30 વર્ષની વયના એક આશાસ્પદ યુવકનું અચાનક હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
મિત્રો સાથે બેઠો હતો અને અચાનક કાળ આંબી ગયો
મળતી વિગતો મુજબ, રામેશ્વરનગર (Rameshwar Nagar) વિસ્તારમાં રહેતો 30 વર્ષીય યુવક સાંજના સમયે ઘર પાસે આવેલા ઓટલા પર બેઠો હતો. તે અન્ય લોકો સાથે સામાન્ય વાતચીત કરી રહ્યો હતો અને બધું જ સામાન્ય જણાતું હતું. જોકે, અચાનક જ તેને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હોય તેમ તે બેબાકળો બન્યો અને જોતજોતામાં ઓટલા પરથી નીચે ઢળી પડ્યો હતો. આસપાસના લોકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે યુવકે જીવ ગુમાવ્યો હતો.
CCTVમાં કેદ થઈ કમકમાટીભરી ક્ષણો
આ આખી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક સ્વસ્થ અવસ્થામાં ઓટલા પર બેઠો છે અને અચાનક જ સેકન્ડોના ભાગમાં તે ફસડાઈ પડે છે. આ દ્રશ્યોએ સ્થાનિક રહેવાસીઓમાં ફાળ પાડી દીધી છે. મેડિકલ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મોતનું કારણ હાર્ટ એટેક (Heart Attack) હોવાનું સામે આવ્યું છે.
યુવાધનમાં વધતું મૃત્યુનું પ્રમાણ
છેલ્લા એક વર્ષમાં જામનગર (Jamnagar) સહિત સમગ્ર ગુજરાતમાં (Gujarat) યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાંતોના મતે બદલાતી જીવનશૈલી, તણાવ અને અન્ય સ્વાસ્થ્ય કારણો આ માટે જવાબદાર હોઈ શકે છે. 30 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી થતા મોતના કારણે મૃતક યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Heart Attack Risk : ઉનાળો અને હીટવેવ હૃદય માટે ભારે! જાણો કેમ વધે છે એટેકનું જોખમ


