ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : બે માસ પહેલા ફિનાઇલ પીધું, બચી જતા હવે ફાંસો ખાદ્યો, 32 વર્ષીય યુવતીનો આપઘાત

આ કેસમાં આરોપી પ્રેમી સાથે અન્ય બે મહિલાઓ સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં (Dhrol Police Station) ફરિયાદ નોંધાઈ છે.
04:00 PM Jul 07, 2025 IST | Vipul Sen
આ કેસમાં આરોપી પ્રેમી સાથે અન્ય બે મહિલાઓ સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં (Dhrol Police Station) ફરિયાદ નોંધાઈ છે.
Jamnagar_Gujarat_first main
  1. જામનગરના ધ્રોલમાં 32 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાધો (Jamnagar)
  2. પ્રેમી લગ્ન કરવાનું કહી ફરી જતાં યુવતીનાં આપઘાતનો આરોપ
  3. બે માસ પૂર્વે પણ લગ્નની ના પાડતા યુવતીએ ફિનાઈલ પીધું હતું
  4. બે માસ બાદ યુવાન પ્રેમી વાયદાથી ફરી જતા કર્યો આપઘાત

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં 32 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રેમીએ લગ્ન કરવાનો વાયદો આપ્યા પછી ફરી જતા મનમાં લાગી આવતા યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે યુવતીનો મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં આરોપી પ્રેમી સાથે અન્ય બે મહિલાઓ સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં (Dhrol Police Station) ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો - Gujarat Monsoon 2025: રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46.21%, જાણો સૌથી વધુ ક્યા થઇ મેઘમહેર

બે માસ પહેલા પણ યુવતીએ ફિનાઇલ પી આપઘાતનો કર્યો હતો પ્રયાસ

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાના (Jamnagar) ધ્રોલ તાલુકામાં 32 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુવતીને આરોપી મિલન કંટારિયા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને મિલને મૃતક યુવતીને લગ્ન કરવાનો વાયદો પણ કર્યો હતો. પરંતુ, બાદમાં મિલન તેના વાયદાથી ફરી જતાં બે માસ પૂર્વે યુવતીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, જે તે સમય યુવતીને બચાવી લેવામાં આવી હતી. ત્યાર બાદ કેટલાક આગેવાનોએ યુવાનને લગ્ન કરવા માટે મનાવ્યો હતો.

આ પણ વાંચો - Bomb Blast Threat: ગીર સોમનાથની વેરાવળ કોર્ટમાં બોમ્બનો મળ્યો ઇ-મેઈલ

પ્રેમી તેના વાયદાથી ફરી જતાં યુવતીએ આપઘાત કર્યાનો આરોપ

પરંતુ તેમ છતાં, યુવક તેનાં વાયદાથી ફરી જતાં મનમાં લાગી આવતા યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ મામલે ધ્રોલ પોલીસ મથકે ( Dhrol Police Station) આરોપી પ્રેમી મિલન કંટારિયા અને અન્ય બે મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં મૃતક યુવકીને આ લોકો ત્રાસ આપતા હોવાનો અને મરવા માટે મજબૂર કરી હોવાનો આરોપ છે. ફરિયાદમાં એવો પણ આરોપ થયો છે કે, આરોપી રેખાબેન રમેશભાઈ ચાવડા અને કંકુબેન દેવજીભાઈ ચાવડા એ આપઘાત કરનાર યુવતીને કહ્યું હતું કે, 'તારે જે કરવું હોય તે કરી લે, મરવું હોય તો મરી જાજે.' તેમ કહીં મરવા માટે મજબૂર કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat Monsoon: વરસાદને લઇ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો કયા થશે મેઘમહેર

Tags :
DhrolDhrol Police StationGirl harm her SelfGUJARAT FIRST NEWSJamnagarJamnagar Crime NewsMilan KantariaTop Gujarati News
Next Article