Jamnagar: 42 ડિગ્રી ગરમીમાં 76 વર્ષના Sakaram Bapa ની અનોખી દંડવત દ્વારકા યાત્રા
Sakaram Bapa: રાજસ્થાનના 76 વર્ષીય સકારામ મંગનાજી રાજપૂત 42 ડિગ્રી ગરમીમાં દંડવત યાત્રા કરી દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે. ધ્રોલના સોયલ-નથુવડલા રોડ પરથી પસાર થતા સકારામ બાપા ત્રણ વ્હીલની સાયકલ સાથે દરરોજ 5 કિલોમીટરનું અંતર કાપે છે. તેમની આ અનોખી ભક્તિ અને અડગ શ્રદ્ધા સ્થાનિક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેઓ ફાગણ મહિનામાં રાજસ્થાનથી આ યાત્રાની શરૂઆત કરી હતી.
Advertisement
Sakaram Bapa Dandawat Yatra: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ-નથુવડલા રોડ પર હાલ એક એવી દ્રશ્ય જોવા મળી રહ્યું છે જે ભક્તિ અને શ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન છે. રાજસ્થાનના અસાડા ગામના વતની એવા 76 વર્ષીય સકારામ મંગનાજી રાજપૂત (Sakaram Manganaji Rajput) પોતાની અનોખી દંડવત યાત્રા (Dandavat Yatra) સાથે દ્વારકાધીશના (Dwarkadhish) દર્શન કરવા માટે નીકળ્યા છે.

